વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને સુરત મહાનગર પાલિકા(જંકશન)ના રસ્તાઓ અંગે અધિકારીઓ સાથે બેઠક મળી.
ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઇની વિશેષ ઉપસ્થિતિ
સુરતઃશુક્રવાર: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઇચ્છાપોરમાં ONGC બ્રીજ નીચે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને સુરત મહાનગર પાલિકા (જંકશન)ના રસ્તાઓ અંગે અધિકારીઓ સાથે બેઠક મળી હતી.
આ બેઠકમાં ઈચ્છાપોરથી હજીરા સુધીના રોડ-રસ્તાની કામગીરી અંગે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી શ્રીએ નોટિફાઇડ એરીયા પ્રમુખ તેમજ ત્રણેય વિભાગોના અધિકારીઓને હજીરાના રસ્તાઓની હદ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. પરસ્પર સંકલન કરી ઝડપથી રોડની કામગીરી પૂર્ણ કરવા અને ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ લાવવા સંબધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
ખાસ કરીને ઈચ્છાપોર ચાર રસ્તા નજીક થતાં ટ્રાફિક જામની સમસ્યાને દુર કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં સુરત મહાનગર પાલિકા, નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા