સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ: વિકાસ સપ્તાહ ઉજવણી
વિકાસ સપ્તાહ અંતર્ગત ચોકબજાર કિલ્લા ખાતે વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સુરતઃબુધવાર: સુરત મહાનગરપાલિકા, જીલ્લા વહીવટી તંત્ર, સુરત અને સુરત શહેરી વિકાસ સત્તામંડળના સંયુકત ઉપક્રમે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સુરતના ચોક બજાર કિલ્લા ખાતે મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓની બહેનો દ્વારા ગણેશ વંદના, રઢીયાળી ગુજરાત, ઘુમ્મર, જયતુ જયતુ ભારતમ, મિશ્ર રાસ, જગન્નાથપુરી ડાન્સ, ટિપ્પણી, કચ્છી ગરબો, જય જય ગરવી ગુજરાત, આદિવાસી ડાન્સ સહિતની ઉત્સાહપૂર્વક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ડે. મેયર ડો. નરેન્દ્ર પાટીલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશકુમાર વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સોનલ દેસાઈ, હોસ્પિટલ સમિતિ ચેરમેને મનિષાબેન આહિર, કોર્પોરેટર સર્વશ્રી, વિવિધ સમિતિઓના અધ્યક્ષ, મનપાના અધિકારી-કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.