શ્રી મહુવા તાલુકા સહકારી પ્રિન્ટીંગ પ્રેમ લિ.અનાવલ સાધારણ સભા મળી.
શ્રી મહુવા તાલુકા સહકારી પ્રિન્ટીંગ પ્રેસ લી. અનાવલની સાધારણ સભા સંસ્થાના પ્રમુખશ્રી સોમાભાઈ ઝેડ. પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડાના કામોમાં આગામી પાંચ વર્ષ માટે વ્યવસ્થાપક સમીતીના સભ્યોની વરણી કરવા બાબતે વિચાર વિમર્શ કરી આગામી પાંચ વર્ષ માટે માનસિંહભાઈ પટેલ,ઝવેરભાઈ પટેલ,બાલુભાઈ પટેલ,અમ્રતભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ,નરોત્તમભાઈ પટેલ,પ્રવિણભાઈ શાહ,સુમનભાઈ ચૌધરી,સુરેશભાઈ પટેલ,મુકેશભાઈ પટેલ,ચીમનભાઈ પટેલ ની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રમુખ/ઉપ-પ્રમુખની વરણી માટે બીજી મીટીંગ માનસિંહભાઈ કે. પટેલના અધ્યક્ષસ્થાને સંસ્થાના કાર્યલયમાં મળી હતી.જેમાં આગામી પ્રમુખ માટે ઝવેરભાઈ પટેલની દરખાસત અમ્રતભાઈ પટેલે મુકી હતી. જેને બાલુભાઈ પટેલે ટેકો આપ્યો હતો. અને ઉપ-પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની દરખાસ્ત નરોત્તમભાઈ પટેલે મુકી હતી. જેને પ્રવિણભાઈ શાહે ટેકો આપ્યો હતો. આમ પ્રમુખ તરીકે ઝવેરભાઈ પટેલ અને ઉપ-પ્રમુખ તરીકે વિપુલભાઈ પટેલની બીન હરીફ વરણી થઈ હતી. જેને સભાના અધ્યક્ષ અને સુમુલ-મહુવા સુગરના ચેરમેન માનસિંહભાઈ કે. પટેલે અભિનંદન આપી આવનારા દિવસોમાં પ્રિન્ટીંગ પ્રેસનું કામકાજ આધુનિક પધ્ધતીથી થાય તેમજ પ્રેસ ઉત્તરો ઉત્તર પ્રગતી કરે તે બાબતે આયોજન કરવા માટે જરૂરી સુચનો કર્યા હતા
