વહેવલ ગામે ઘોડાસ્થળ ખાતે છેલ્લા 22 વર્ષથી સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ…
મહુવા તાલુકાના વહેવલ ગામે દર વર્ષે શ્રાદ્ધ ના મહિનામાં આવતું છેલ્લું એટલે કે અમાસનું સર્વ પિતૃ શ્રાધ્ધ અને તે પણ સામુહિક રીતે શ્રાધ્ધનું આયોજન જ કરવામાં આવે છે જે પરંપરા છેલ્લા 22 વર્ષથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે.વહેવલ ગામના યુવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા દર વર્ષે અતિ પૌરાણિક સ્થળ એવા ઘોડાસ્થળ ખાતે આ સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ નું આયોજન કરવામાં આવે છે શ્રાધ્ધ મહિનાનું છેલ્લું શ્રાધ્ધ એટલે અમાસનું શ્રાધ્ધ અને તે દિવસ સર્વપિતૃ શ્રાધ્ધ કરવામાં આવે છે જે વહેવલ ગામના આયોજક દ્વારા દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ 2 ઓક્ટોબર ના રોજ આ પિતૃ શ્રાધ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ના 276 લોકો જોડાયા હતા અને પિતૃ તર્પણ કર્યું હતું.વર્ષોથી ચાલતી આ પરંપરા આજની યુવા પેઢી દ્વારા પણ જાળવી રાખવામાં આવી છે અને છેલ્લા 22 વર્ષથી આ આયોજન ઘોડાસ્થળ ખાતે કરવામાં આવે છે.