સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માટે પોર્ટલ ખુલ્લું મુકાયુંઃ
૩૩ જેટલી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોને અનુરોધઃ
સુરત બુધવારઃ- સુરત જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની નવી બાબત યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં ૩૩ જેટલી યોજનાઓનો લાભ મેળવી શકાશે. જે ખેડૂત મિત્રો લાભ લેવા માટે પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા નાયબ બાગાયત નિયામકની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દિન- ૭ માં સુધીમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરતની કચેરીમાં અચુક જમા કરાવવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. જેની ખેડુત મિત્રોએ ખાસ નોંધ લેવી. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in સાઇટ પર કરી શકાય છે. વધુ જાણકારી માટે ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરી શકાશે.