ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: વંચિતોને નવી આશા આપતું માધ્યમ

Facebook
Twitter
WhatsApp
Telegram

ગરીબ કલ્યાણ મેળો-૨૦૨૪: વંચિતોને નવી આશા આપતું માધ્યમ
 
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લિંબાયતના મહેશભાઈ પાટીલને મળી રૂ.૫૦ હજારની મદદ
 
સુરતઃસોમવારઃ ગરીબ કલ્યાણ મેળાએ અનેક પરિવારોને આત્મનિર્ભરતાની નવી દિશા આપી છે. કતારગામમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લિંબાયતની મયુર સોસાયટીના રહેવાસી મહેશભાઈ પાટીલને સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અંતર્ગત રૂ. ૫૦ હજારની તાત્કાલિક સહાય મળી હતી.
લાભાર્થી મહેશભાઈએ હર્ષ સાથે જણાવ્યું હતું કે, મને સ્વનિધિ યોજના થકી મળેલી લોનથી પાનના ગલ્લાના વ્યવસાયને આગળ વધારવાનો માર્ગ મળ્યો છે. આ સહાયથી મેં આત્મનિર્ભર બનીશ અને પરિવારને સમૃદ્ધ બનાવવા તરફ ડગલું માંડીશ.
મહેશભાઈએ પોતાના સંઘર્ષની વાત કરતા જણાવ્યુ કે, મારા મધ્યમવર્ગીય પરિવારમાં માતા-પિતા મજૂરી કામ કરતા હતા. તેમને મદદરૂપ થવા નાની ઉંમરે જ પાનનો ગલ્લો શરૂ કર્યો. જે મારાં પરિવારનું ભરણપોષણમાં ઘણો સહાયક બન્યો હતો. પરંતુ કોરોના કાળમાં મારા વ્યવસાય પર જોખમ ઉભું થયું અને ગલ્લો બંધ કરવાની નોબત આવી, ત્યારે મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જાણકારી મળી. સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગે મને તમામ માહિતી આપી અને ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાની રીત સમજાવી. ટૂંક સમયમાં જ મને રૂ. ૧૦,૦૦૦ની લોન મળી, જે પછી રૂ. ૨૦,૦૦૦ અને હાલ ૫૦,૦૦૦ ની લોન મંજૂર થઇ છે.
વધુમાં તેમણે કહ્યું કે,આ લોનની રકમથી તે વ્યવસાયમાં વધુ મટિરિયલ ઉમેરવાની યોજના છે, જેથી ગલ્લાને વધુ વિકસાવી શકે. મહેશભાઈએ રાજ્યની વંચિતો સંપ્રત્યે વેદનશીલ સરકારનો આભાર માનતા કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોએ પણ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહકાર આપીએ.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય