તા.૨૪ સપ્ટેમ્બર: ભારતીય સ્વતંત્રતા સંગ્રામી અને પ્રથમ મહિલા ક્રાંતિકારી ‘મેડમ ભિખાઈજી કામા’નો જન્મ દિવસ.

Facebook
Twitter
WhatsApp
Telegram

તા.૨૪ સપ્ટેમ્બર: ભારતીય સ્વતંત્રતા સંગ્રામી અને પ્રથમ મહિલા ક્રાંતિકારી ‘મેડમ ભિખાઈજી કામા’નો જન્મ દિવસ
 
દેશભક્તિ અને શૂરવીરતાનો સંગમ એટલે મેડમ ભિખાઈજી કામા

સુરત: ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહ્વાન કરૂ છું કે ઉઠો… હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…’ આ શબ્દો સાથે વર્ષ ૧૯૦૭માં વિદેશી ધરતી પર નીડરતાથી ભારત દેશનો રાષ્ટ્રધ્વજ લેહરાવનારા મેડમ ભિખાઈજી કામાનો જન્મ દિવસ એટલે ૨૪ સપ્ટેમ્બર. દેશભક્તિ અને શૂરવીરતાનો સંગમ એટલે મેડમ ભિખાઈજી કામાએ આઝાદીના આંદોલનમાં અદકેરૂં યોગદાન આપ્યું છે.
પિતા સોરાબજી અને માતા જીજીબાઈના શ્રીમંત પારસી પરિવારમાં વર્ષ ૧૮૬૧ની ૨૪ સપ્ટેમ્બરે જન્મેલા ‘મેડમ ભિખાઈજી કામા’ ભારતીય સ્વતંત્રતા સંગ્રામી અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા. ભિખાઈજી કામાએ એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ભણતરમાં તેજસ્વી મેડમ કામામાં નાનપણથીજ દેશપ્રેમના બીજ રોપાઈ ચૂક્યા હતા. બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરતાં મેડમ કામાએ શાળા- કોલેજના વર્ષોમાં જ પોતાના દીન દુ:ખીયા ભાઈબહેનોની સેવા કરવાનું શરૂ કરી દીધું હતું. સમાજસેવાને વરી ચૂકેલા મેડમ કામાએ પિતાના આગ્રહને વશ થઈ રૂસ્તમ કામા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહીં અને તેઓ અલગ થયા હતા.

પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેની સફર

સ્વીત્ઝરલૅન્ડના જીનીવાથી વર્ષ ૧૯૦૫માં ‘વંદે માતરમ’ નામનું ક્રાંતિકારી અખબાર શરૂ કરી તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો. તેમની તબિયત બગડતાં એક શસ્ત્રક્રિયા કરાવવા તેઓ ઈંગ્લેન્ડ ગયા. જ્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો. તે સમયે સર દોરાબજી અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારતના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે મેડમ ભિખાઈજી જોડાઈ ગયા. વિદેશમાં તેમના વધતા પ્રભાવથી ભયભીત બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.

વિદેશની ધરતી પર લહેરાવ્યો પ્રથમ રાષ્ટ્રધ્વજ

દેશમાં અંગ્રેજોના ક્રૂર શાસન વચ્ચે ભારતીય તિરંગાને વિદેશની ધરતી પર લહેરાવવાનું પરાક્રમ કરનારા મેડમ કામા પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા. વર્ષ ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશોએ પોતપોતાનો રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે મેડમ કામાએ પણ ગર્વથી ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી દુનિયાભરમાં સ્વતંત્રતાની લડાઈનો આગાઝ કરી લોકોને આઝાદી માટે પહેલ કરવાની હિમાયત કરી હતી. રાષ્ટ્રધ્વજમાંના સૂર્ય અને ચંદ્ર હિન્દુ-મુસ્લિમની એકતાના પ્રતિક સમાન હતા. તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.
તેમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમજ ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવ્યો હતો. ઈ.સ.૧૯૩૫માં ૭૪ વર્ષે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના સામાનમાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતા અન્ય સાહિત્યને અંગ્રેજો દ્વારા સળગાવી દેવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
દેશની જૂજ વસ્તી ધરાવતા એવા પારસી સમુદાયમાંથી આવતા સ્વતંત્ર સેનાની અને પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભિખાઈજી કામાએ તેમની નીડરતા અને સૂઝબૂઝથી ભારતની સ્વતંત્રતામાં ખૂબ મહત્વનો ફાળો આપી અનેક મહિલાઓ સહિત દેશવાસીઓને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.
જન્મથી સુરતમાં વસતા અડાજણ સ્થિત પારસી સમુદાયના તનાઝ પોરસ બાવાઆદમ ભિખાઈજી કામાનું સ્મરણ કરતાં કહે છે કે, મને ગર્વ છે કે એ સમયમાં જ્યાં સ્ત્રીઓનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે સીમિત હતું, ત્યારે મેડમ કામાએ સમાજની રીતિઓને નકારી આઝાદીની લડતમાં ઝંપલાવ્યું અને અનેક સ્ત્રીઓને તેમ કરવા પ્રેરણા આપી. સ્ત્રી હોવા છતાં પોતાના પરિવારની જગ્યાએ દેશની જવાબદારી ઉપાડી અને છેક સુધી લડત આપી. નીડરતા અને શૂરવીરતનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય