અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી

Facebook
Twitter
WhatsApp
Telegram

માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪
 
અડાજણ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન-ગાંધીનગર દ્વારા આયોજીત માટી મૂર્તિ મેળાને ખૂલ્લો મૂકતા મેયર દક્ષેશભાઈ માવાણી
 
માટી મૂર્તિ પ્રદર્શન સહ વેચાણ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે
 
સુરત, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાની તક
 
સુરત:રવિવાર: ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન- ગાંધીનગર દ્વારા સ્કુલ ચિલ્ડ્રન હોલ,પાર્ટી પ્લોટ, ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે, અડાજણ ખાતે ‘માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો – ૨૦૨૪’ને મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. સુરત શહેર, નવસારી, અંકલેશ્વર હાસોટ સહિત ભરૂચના ૪૯ મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઈકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ ઘર આંગણે ખરીદવાનો સુવર્ણ અવસર છે. આ માટી મૂર્તિ મેળો તા.૧ થી ૭ સપ્ટેમ્બર સુધી બપોરેના ૦૧:૦૦ વાગ્યાથી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.
મેયરશ્રીએ જળ-જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે. સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે. આ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખીમંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે.
સંસ્થાનના અધિકારી હર્ષદભાઈ ત્રિવેદીએ ઈકોફ્રેન્ડલી મૂર્તિની માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં જીપ્સમ, સલ્ફર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા રાસાયણિક પદાર્થો(કેમિકલ્સ) તેમજ મૂર્તિઓને કરાતા રાસાયણિક કલર્સમાં મરક્યૂરી, લેડ, કેડિયમ અને કાર્બન રહેલા હોય છે. જેથી પી.ઓ.પી.ની મૂર્તિઓનું નદી, તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવતાં તેનાથી આ જળસ્ત્રોતોના પાણીમાં ઝેર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત જળજીવો અને પાણીમાં ઉગતી વનસ્પતિ માટે નુકશાનકારક બને છે, જેથી શહેરીજનોએ પ્રદુષણ અટકાવવાના સંકલ્પ સાથે ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની ખરીદી કરીને મહિલા મૂર્તિકારોને મદદરૂપ થવાનો અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ

માંગરોળ તાલુકાના લિંડયાતથી નાણા અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ની છ વીજ કચેરીઓના ભવનોનું લોકાર્પણ રૂ.નવ કરોડના ખર્ચે કીમ ઔદ્યોગિક

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ

માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-‘૨૬ માટે તાલુકા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા આયોજનની બેઠક યોજાઈ રૂ.૧૭.૬૧

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે

ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ

error: Content is protected !!