સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાના વિરોધમાં મહુવા તાલુકાના બજારો સજજડ બંધ
અનાવલ : એસસી એસટી અનામતને લઈ સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાના વિરોધમાં મહુવા તાલુકાના બજારો સજજડ બંધ રહી આંદોલન ને સહકાર આપ્યો હતો.
હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશમાં રહેતા દલિત અને આદિવાસી સમુદાયના અનામતના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈને સુરત જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણીઓએ વિવિધ વિસ્તારમાં ભારત બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવા,અનાવલ, કરચેલિયા,વલવાડા ના બજારો સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આદિવાસી સમાજના આગેવાનોએ એક માત્ર આહવાન કરતાની સાથે જ આદિવાસી સમાજ સહિત તમામ વેપારીઓએ મહુવા તાલુકાના બજારોમાં બંધ પાડયો હતો. આદિવાસી સમાજના અગ્રણીઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાની અમલવારી ન કરવા માંગ કરી હતી