‘તિરંગા પદયાત્રા: ૨૦૨૪’-માંડવી
માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા યોજાઇ.
વરસાદી માહોલમાં રેઇનકોટ અને છત્રી સાથે તિરંગાયાત્રામાં મોટી સંખ્યા લોકો જોડાયાઃ
દેશભક્તિના રંગમાં રંગાયું માંડવી
પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા માંડવીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે:
આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિ
જનજન સુધી રાષ્ટ્રભકિત અને રાષ્ટ્રભાવના જાગે તેવા આશયથી સુરત જિલ્લાના માંડવી ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને. દેશભક્તિના રંગમાં સમગ્ર માંડવી નગર રંગાયું હતું. રાજ્યમંત્રીશ્રીએ માંડવી વલ્લભ વડ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી હતી.
આ તિરંગા યાત્રામાં માંડવીના આશાપુરા મંદિર, વલ્લભ વડ, સુપડી વિસ્તાર, માંડવી મેઈન બજાર,માંડવી બસસ્ટેન પર પહોંચી સમાપન થઇ હતી. યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. દેશભક્તિના ગીતો વચ્ચે તિરંગા યાત્રા નિકળી હતી જેથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહ્વવાન સાથે દેશભરમાં તિરંગા યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પ્રત્યેક નાગરિકો પોતાના ઘર ઉપર ભારતની આન, બાન અને શાન રાષ્ટ્રધ્વજ તિરંગા લહેરાવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જગાવવા માંડવીની તિરંગા પદયાત્રા પ્રેરણારૂપ બનશે. વરસાદી માહોલમાં રેઇનકોટ અને છત્રી સાથે તિરંગાયાત્રામાં મોટી સંખ્યા લોકો જોડાયા છે હતા જે બદલ મંત્રીશ્રીએ સૌને આભાર વ્યકત કર્યો હતો.
માંડવીવાસીઓના જોમજુસ્સાની પ્રશંસા કરતા કહ્યું કે, માંડવી પ્રજાજનો કોઇ પણ પરિસ્થિતિમાં રાષ્ટ્રભક્તિ કરવાનું છોડતા નથી.રાષ્ટ્રભક્તિમાં માંડવીવાસીઓ હંમેશા અગ્રેસર છે.તેમજ રાજ્યમંત્રીશ્રીએ તિરંગા યાત્રા દરમિયાન પ્રજાજનોને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. અંતે રાજયમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી વધુ વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવોનો સંદેશ આપ્યો હતો. આમ માંડવી દેશભક્તિના રંગમાં રંગાયું હતું.
આ યાત્રામાં માંડવી પ્રાંત અધિકારીશ્રી કૌશિકભાઇ જાદવ, નગરપાલિકા પ્રમુખ નિમેષભાઈ શાહ, મામલતદાર એફ.બી.વસાવા, તા.વિકાસ અધિકારી રિતેશ સોલંકી, અગ્રણી દિનેશભાઈ પટેલ, નિતિેનભાઇ શુક્લ, સામાજિક કાર્યકરો, પોલીસ જવાનો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારી-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યાં હતા.
માંડવી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા યોજાઇ.
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે
The Satyamev News
January 9, 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન
The Satyamev News
January 9, 2025
‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ
The Satyamev News
January 9, 2025