નારિયેળી પૂનમ ટાણે ધોલાઈ બંદરે સંખ્યાબંધ હોડીઓ એકઠી થતાં અનેરાં દ્રશ્યો જોવા મળ્યાં

Facebook
Twitter
WhatsApp
Telegram

નારિયેળી પૂનમ એટલે સાગર ખેડુઓ માટે અતિ મહત્વનો દિવસ ગણાય છે. આ દિવસે દરિયા દેવની પૂજા કરવાની પરંપરા માછીમાર સમુદાયના લોકોએ હજુ પણ જાળવી રાખી છે. વિધિવત્ દરિયાની પૂજા કરીને નારિયેળ પધરાવી પછીથી પોતાની નાવડીઓ દરિયાના ખોળે મુકાય છે. નારિયેળી પૂનમ ટાણે બધી હોડીઓ કિનારે લાંગરીને દરિયા સહિત માછીમારી માટે જરૂરી સાધન એવી નાવડીઓનું પણ પૂજન કરવામાં આવતું હોય છે. માછીમારી માટે દરિયો ખેડતા કોઈને પણ કોઈ નુકસાન ન પહોંચે તે માટે દરિયાલાલને પ્રાર્થના કરવામાં આવ્યા બાદ મધદરિયે દરિયાઈ ખેતી માટે માછીમાર સમુદાયના લોકો ઉતરતા હોય છે. આ પૂજા દ્વારા બારે માસ દરિયા દેવ માછીમાર ભાઇઓનું રક્ષણ કરે છે એવી આસ્થા સાથેની પરંપરા મુજબ દરેક માછીમારો નાળિયેર લઇને પૂજામાં બેસે છે.

આ પરંપરા અનુસાર દક્ષિણ ગુજરાતના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે નવસારી જિલ્લાના બીલીમોરા નજીકના ધોલાઈ બંદરે લાંગરેલી સંખ્યાબંધ હોડીઓ સાથે અનોખાં દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને