બ્રેકિંગ ન્યુઝ : રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર

Facebook
Twitter
WhatsApp
Telegram

Breaking news :  Thesatyamev news

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય
 
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર
 
સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને મળશે લાભ
 
મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કાછલ ગામના સરપંચ કલ્પના ચૌધરીને દિલ્હી ખાતે “વોટર લીડર” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

કાછલ ગામના સરપંચ કલ્પના ચૌધરીને દિલ્હી ખાતે “વોટર લીડર” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સંયુક્ત

દિનવિશેષ- ૨૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક દિવસ”

“દિનવિશેષ- ૨૩ એપ્રિલ- વિશ્વ પુસ્તક દિવસ” ૧૯૩૯ માં સ્થપાયેલી સુરતની સૌથી જૂની લાઈબ્રેરીઓમાંની એક ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’ સોદાગરવાડમાં આવેલી ‘ધી કમર ફ્રી લાઈબ્રેરી’માં ૧૧

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર

રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ

માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧૦ જેટલા વ્યવસાય કરવા માટે વિનામૂલ્યે સાધન સહાય કિટ્સ માટે અરજી કરવા અનુરોધઃ અરજદારે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા અનુરોધઃ

error: Content is protected !!