ફોટો કેપ્શન
ભરવરસાદમાં સુરતવાસીઓ એસ.કે. સુરત મેરેથોનમાં દોડ્યા
ક્લીન સુરત, ફિટ સુરત અને ‘નો ડ્રગ્સ’ના મેસેજ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંસ્કૃત યુવા સંસ્થા અને દિવ્ય ભાસ્કર દ્વારા આયોજીત એસ.કે.સુરત મેરેથોનને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને બોલિવૂડ અભિનેતા શરમન જોશીએ ફ્લેગ ઓફ આપી મેરેથોન દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી SVNIT સર્કલ થઈ ‘Y’ જંક્શન સુધીની ૩, ૫, ૧૦ અને ૨૧ કિલોમીટરની ડ્રીમ મેરેથોન રનમાં દોડવીરો સાથે શહેરીજનો ભરવરસાદે ફિટ રહેવા દોડ્યા હતા.
