શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણની’
કામરેજ તાલુકામાં ૪૪ બાળકોનું આંગણવાડીમાં અને ૨૭૫ બાળકોનું બાળવાટિકમાં નામાંકન
નવી શિક્ષણનીતિ ૨૦૨૦ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણને બાળકના સર્વાંગી વિકાસ માટે પ્રાધાન્ય આપતા રાજ્યસરકારના પ્રોજેકટ “પા પા પગલી” અંતર્ગત આંગણવાડીમાં આવતા ૩ થી ૫ વર્ષના બાળકોને જીવનના મહત્વના વર્ષોમાં તેમના ગુણવતાપૂર્ણ જીવન માટેનો મજબુત પાયો બંધાય તેમજ બાળકોનો સર્વાગી વિકાસ થાય અને તેઓ બાલવાટિકાના શિક્ષણ માટે સજ્જતા કેળવે તે હેતુથી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે ૪૪ બાળકોને આંગણવાડીમાં અને ૨૭૫ બાળકોને બાળવાટિકમાં પ્રવેશ કરાવાયો હતો. આ ભૂલકાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના હેતુસર મહાનુભાવોના હસ્તે ચિત્રપોથી, ગણવેશ સહિત ઉપહાર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો, ICDS શાખાના CDPO, શાળાના અધિકારી અને શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા.
