તા.૨૭મીએ ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી સુરત શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે.
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ગૃહરાજયમંત્રી હર્ષભાઈ સંધવી તા.૨૭મીના રોજ સવારે ૮.૦૦ વાગે ગોડાદરા ત્રણ રસ્તા, પોલીસ ચોકની સામે આવેલી મહર્ષિ આસ્તિક પ્રા.શાળા ક્રમાંક ૨૯૬ અને ૨૯૯ શાળા ખાતે, ૧૦.૦૦ વાગે ગોડાદરાની પ્રકાશ સોસાયટી ખાતે આવેલી પંડિત દિન દયાળ ઉપાધ્યાય પ્રા.શાળા ક્રમાંક ૩૪૨ અને મેજર ધ્યાનચંદ શાળા ક્રમાંક ૩૫૧ ખાતે તેમજ બપોરે ૧૨.૦૦ વાગે ગોડાદરા આસપાસ ગાર્ડનની બાજુમાં આવેલ મહર્ષિ આસ્તિક સાર્વ. હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
