તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી ૨૦,૩૦,૮૩૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪
 
વર્ષ ૧૯૫૭થી ર૦૦૪ સુધી ૧૩ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં માંડવી અને વર્ષ ૨૦૦૯થી નવા સીમાંકનને આધારે બારડોલી તરીકે નામાંકિત બેઠક પર સૌથી વધુ વર્ષ ૨૦૧૪માં સૌથી વધુ ૭૪.૯૪ ટકા અને ૧૯૯૬માં સૌથી ઓછું ૪૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું
 
તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચુંટણીમાં માંડવી લોકસભાની બેઠક પરથી ૨૦,૩૦,૮૩૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

આગામી તા.૭મી મે-૨૦૨૪ના રોજ રાજયભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરતા હોય છે.
હાલની બારડોલી સંસદીય મતવિસ્તારની વાત કરીએ તો, આઝાદી બાદ ૧૯૫૭માં માંડવી લોકસભા તરીકે અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૮ પછીના સમયમાં મતવિસ્તાર પુન:રચનાને કારણે આ બેઠકના સ્થાને બારડોલી લોક સભાની રચના થઇ હતી. આ બેઠક પર વર્ષ ૧૯૫૭માં પ્રથમ વખત ૩૭૯૩૧૭ મતદારો નોંધાયા હતા અને ૫૮.૮૩ ટકા મતદાન થયું હતું.
વર્ષ ૧૯૫૭ થી ર૦૦૪ સુધી ૧૩ લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં માંડવી અને વર્ષ ૨૦૦૮થી નવા સીમાંકનને આધારે બારડોલી તરીકે નામાંકિત આ બેઠક પર વર્ષ ૨૦૧૪માં ૧૨,૦૯,૬૦૯ મતદાતાઓ સાથે સૌથી વધુ ૭૪.૯૪ ટકા અને વર્ષ ૧૯૯૬માં ૫૦૧૫૦૭ મતદાતાઓ સાથે સૌથી ઓછું ૪૮.૦૫ ટકા મતદાન નોંધાયું હતું.
સમગ્ર લોકસભાના કુલ મતદારો પર નજર કરીએ તો ૧૯૫૭માં ૩,૭૯,૩૧૭ મતદારો, ૧૯૬૨માં ૪,૬૨,૪૬૧ મતદારો, ૧૯૬૭માં ૪,૨૮,૯૭૭ મતદારો, ૧૯૭૧માં ૪,૫૬,૯૯૬ મતદારો, ૧૯૭૭માં ૫,૪૧,૮૩૨ મતદારો, ૧૯૮૦માં ૬,૧૧,૯૧૪ મતદારો, ૧૯૮૪માં ૭,૦૪,૯૭૬ મતદારો, ૧૯૮૯માં ૮,૯૩,૬૬૫ મતદારો, ૧૯૯૧માં ૯,૦૩,૯૮૦ મતદારો, ૧૯૯૬માં ૧૦,૪૩,૭૭૩ મતદારો, ૧૯૯૮માં ૧૦,૪૨,૯૮૮ મતદારો, ૧૯૯૯માં ૧૦,૬૩,૭૦૪ મતદારો, ૨૦૦૪માં ૧૧,૪૯,૧૬૧ મતદારો નોંધાયા હતા.
વર્ષ ૨૦૦૮ના નવા સીમાંકન બાદ બારડોલી લોકસભા અસ્તિત્વમાં આવી જેમાં ૨૦૦૯માં ૧૪,૪૦,૨૧૫ મતદારો, ૨૦૧૪માં ૧૬,૧૪,૧૦૬ મતદારો, ૨૦૧૯માં ૧૮,૨૬,૧૮૯ મતદારો નોંધાયેલા હતા. જયારે ૭મી મેં-૨૦૨૪માં યોજાનારી બારડોલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ૨૦,૩૦,૮૩૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે બારડોલી લોકસભામાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર સહિતના કુલ ૭ મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ચાલુ વર્ષે મતદારોની સંખ્યા જોતાં માંગરોળમાં ૨,૨૭,૩૭૫ મતદારો, માંડવીમાં ૨,૪૪,૯૧૫ મતદારો, કામરેજમાં ૫,૪૪,૬૦૭ મતદારો, બારડોલીમાં ૨,૭૭,૭૭૦ મતદાતાઓ, મહુવામાં ૨,૨૯,૬૩૩ મતદારો, વ્યારામાં ૨,૨૧,૪૯૧ મતદારો અને નિઝરમાં ૨,૮૫,૦૩૯ મતદારો સાથે બારડોલી સંસદીય મત વિસ્તારમાંથી કુલ ૨૦,૩૦,૮૩૦ મતદારો નોંધાયા છે. આગામી ૭મી મેના રોજ યોજાનાર સામાન્ય લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સણવલ્લા વેલણપુર રોડ પરથી મહુવા પોલિસે બે કારમાંથી વિદેશીદારૂ સાથે કુલ્લે 17,77,923 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા બાતમી મળી

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા

સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા સુરતના રહેવાસી તથા VIE BIOTECH ના કોફાઉન્ડર ચેતનકુમાર રમેશભાઈ સોહલીયાએ ગણિતશાસ્ત્ર વિષયમાં “AN INVENTORY SYSTEM WITH VARIOUS CONDITIONS

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ

સુરત નવી સિવિલમાં અમરનાથ અને હજ યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ માટે એક જ છત નીચે વ્યવસ્થા: સર્વધર્મ સમભાવ અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ નવી સિવિલમાં ૧૦ દિવસમાં

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સુરત જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સુરત જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન વિકાસ વાટિકા’માં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા

error: Content is protected !!