લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
વિશ્રામગૃહ, ડાક બંગલા કે સરકારી રહેણાંકના ઉપયોગ અંગે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં આવેલા વિશ્રામ ગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકનો ઉપયોગ સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો દ્વારા એકહથ્થું અધિકારો ભોગવવા પર, સરકારી રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી કે ચૂંટણી વિષયક હેતુ માટે કરવા પર, રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મિટિંગ યોજવા પર, ચૂંટણી પ્રચાર માટે અતિથિગૃહમાં રોકાવવા આવેલા મહાનુભાવોને લાવવા લઈ જતા વાહનો સિવાય એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બેથી વધારે વાહનોને વિશ્રામ ગૃહના કમ્પાઉન્ડમાં રાખવા પર, એક વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવવા પર તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા મહાનુભાવોને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા સરકારી રહેણાંકમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
