સુરત જિલ્લામાં સચિન વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા ૫ વર્ષમાં ૧,૧૮,૯૬૪ લોકોને નિશુલ્ક સારવાર અપાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરત જિલ્લામાં સચિન વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા ૫ વર્ષમાં ૧,૧૮,૯૬૪ લોકોને નિશુલ્ક સારવાર અપાઈ
 
ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નિશુલ્ક આરોગ્યલક્ષી સેવા-સુવિધા કામના સ્થળ પર જ આપવામાં આવી રહી છે
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધન્વંતરિ આરોગ્ય રથના ૫ વર્ષ પૂર્ણ થતાં ધન્વંતરિ આરોગ્ય રથના સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મેડિકલ ઓફિસર ડો.સ્નેહલબેન, પેરામેડિક મિતલબેન, લેબ ટેકનિશીયન સુરેખાબેન, લેબર કાઉન્સિલર સરોજબેન તેમજ પાયલટ પ્રશાંતભાઈ અને બાંધકામ સાઈટ પર કામ કરતા સુપરવાઇઝર તથા શ્રમિકો સાથે કેક કાપીને ૫ વર્ષની પૂર્ણતાની ઉજવણી કરાઈ હતી. સચિન વિસ્તારમાં કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા ૫ વર્ષમાં ૧,૧૮,૯૬૪ લોકોને નિશુલ્ક સારવાર અપાઈ છે, ત્યારે ૫ વર્ષની પ્રશંસનીય કામગીરી બદલ લાભ લેનાર શ્રમિકો દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને નિશુલ્ક આરોગ્યલક્ષી સેવા-સુવિધા કામના સ્થળ પર જ આપવામાં આવી રહી છે. જિલ્લામાં સચિન વિસ્તારના ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા સુરત શહેરના સચિન, વેસુ, ભીમરાડ, ઊન,ખજોદ વિસ્તારોની બાંધકામ સાઈટ પર જઈને ૫ વર્ષમાં ૫ વર્ષમાં ૧,૧૮,૯૬૪ આમ નાગરિકો, દર્દીઓને નિ:શુલ્ક નિદાન અને દવાઓ આપવામાં આવી છે, તેમજ ૩૩૯૨૭ થી વધુ લેબ રિપોર્ટ કરવામાં આવ્યા છે.
ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા લોહીના રિપોર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાન, આંખ, ચામડી, હાડકાને લગતી બીમારી જેવી વિવિધ બીમારીઓનું નિદાન કરી અને સ્થળ પર દવાઓ આપવામાં આવે છે. તેમજ શ્રમિકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી આભા-આઇડી, ઇ-નિર્માણ કાર્ડ સ્થળ પર બનાવી આપવામાં આવે છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા