પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બારડોલીના રામપુરાના પ્રિયંકાબેન હળપતિનું ‘સપને પણ ન વિચારેલું સપનું’ પૂરૂ કર્યું સરકારે પાકું મકાન બનતા અનુભવવી પડતી તમામ સમસ્યાઓનું નિરાકરણ થયું

Facebook
Twitter
WhatsApp
Telegram

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી બારડોલીના રામપુરાના પ્રિયંકાબેન હળપતિનું ‘સપને પણ ન વિચારેલું સપનું’ પૂરૂ કર્યું સરકારે પાકું મકાન બનતા અનુભવવી પડતી તમામ સમસ્યાઓનું નિરાકરણ થયું
 ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેકશન મળતા સમયસર ધૂમાડામુક્ત રસોઈ બનાવી શકું છું:
-:લાભાર્થી પ્રિયંકાબેન મહેશભાઇ હળપતિ
બારડોલીના તાલુકાના રામપુરા ગામના પ્રિયંકાબેન મહેશભાઇ ગામીતના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર. તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.૧.૨૦ લાખની સહાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી-સુરત તરફથી મળી. તેમજ મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની રોજગારી મળી જેમાં રૂ.૧૭,૬૨૦ અલગથી આવાસ બાંધવા માટે મજૂરી પેટે મળ્યા. કોઈ ધનવાન માટે આ સહાય નજીવી હોઈ શકે પણ પ્રિયંકાબેન જેવા સામાન્ય મહિલા માટે લાખો રૂપિયાની સહાય બરાબર જ છે.
લાભાર્થી પ્રિયંકાબેન મહેશભાઇ રાઠોડ જણાવે છે કે,પહેલા મારૂં ઘર કાચુ હતુ. માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયા હોવાથી ચોમાસામાં વરસાદ વધુ પડવાથી ઘરની અંદર અને આજુ-બાજુ પાણી પડતું હતું. શૌચાલય પણ ન હોવાથી ખુલ્લામાં શૌચ કરવાની નોબત હતી અને રહેવામાં ખૂબ સમસ્યાઓ હતી.
ગામના સરપંચશ્રીએ PM આવાસ યોજના વિશે અમને વાત કરી હતી, તેના અનુસંધાનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા PM આવાસ મંજૂર કરવામાં આવ્યું. અમને પ્રથમ હપ્તે રૂ.૩૦ હજાર એડવાન્સ પેટે આપ્યા હતા. મકાનની કામગીરી શરૂ કરી ત્યાર બાદ મારૂ મકાન લિન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તે પેટે રૂ.૫૦ હજાર મળ્યા હતા, ત્યાર બાદ મકાનનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે ત્રીજા હપ્તે પેટે ૪૦ હજાર મળ્યા હતા. જેમાં મજૂરી કરી બચાવેલી અમારી જમા પુંજીમાંથી થોડા નાણા ઉમેરી મકાન સારૂ અને સુવિધાજનક બનાવ્યું છે.
PM આવાસ અને મનરેગા યોજના દ્વારા આવાસ બાંધકામ કર્યું છે, હવે મકાન સારૂ બન્યું હોવાથી અમારો મોભો વધ્યો છે. રહેવામાં પહેલા જેવી મુશ્કેલીઓ પડતી નથી. શૌચાલયની સુવિધા મળતા હવે ખૂલ્લામાં શૌચથી મુક્તિ મળી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેકશન પણ મળ્યું છે. ગેસ મળવાથી રસોઈ સમયે ધૂમાડામાંથી મુક્તિ મળી છે, અને સમયની પણ બચત થઈ છે. હવે સમયસર ધૂમાડામુક્ત રસોઈ બનાવી શકું છું. ગરમીના સમયે ચૂલા પર રાંધવું ખૂબ પીડાદાયક હતું. પણ ઉજ્જવલા યોજનાએ આ તમામ હાડમારીઓથી છૂટકારો અપાવ્યો છે.
આમ સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના અને ઉજ્જવલા યોજના મારા પરિવાર માટે આશીર્વાદરૂપ નિવડી છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા