સુરતના સેવાભાવી કલ્પેશભાઈ મહેતાએ નવી સિવિલ ખાતે ૧૫૧ હાઈજેનિક કીટ્સ અર્પણ કરી તેમના ૫૧મા જન્મદિનની સેવાસભર ઉજવણી કરાઈ

Facebook
Twitter
WhatsApp
Telegram

સુરતના સેવાભાવી કલ્પેશભાઈ મહેતાએ નવી સિવિલ ખાતે ૧૫૧ હાઈજેનિક કીટ્સ અર્પણ કરી તેમના ૫૧મા જન્મદિનની સેવાસભર ઉજવણી કરાઈ
સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે હોટેલમાં પાર્ટી કરીને કરતાં હોય છે, પરંતુ સુરતના સેવાભાવી કલ્પેશભાઈ મહેતાએ નવી સિવિલના વોર્ડમાં દાખલ દર્દીઓને ૧૫૧ હાઈજેનિક કીટ્સ અર્પણ કરી તેમના ૫૧મા જન્મદિનની સેવાસભર ઉજવણી કરીને યાદગાર બનાવ્યો હતો.
તા.૧૩મી ફેબ્રુઆરીએ વિશ્વ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે શ્રી મહેતાએ બાળકોને પોષણયુક્ત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૫૧મા જન્મદિનને યાદગાર બનાવવા સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં બાળકો નેપ્કીન, સાબુ, ટુથ બ્રશ, ટુથપેસ્ટ, કોપરેલ તેલ, ઉલિયું, ગ્લાસ, કાસકો, થાળી, વાટકો, કપ, રૂમાલ, સેનેટરી પેડ્સ જેવી જીવનજરૂરી ચીજોની કિટનું ફિટલ મેડિસિન વિભાગના વડા ડો.બિનોદિની ચૌહાણને હસ્તે અર્પણ કરવામાં આવી હતી. આ સાથે ૩૦૪ કિલો ગોળ, ખજુર અને ચણાની પોષણ કીટ નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની ૧૫૧ ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, પ્રસુતા બહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરી હતી. તેમજ શ્રી મહેતા વારતહેવારે સફાઈકામદારો બહેનો, નર્સિંસ બહેનો તેમજ દર્દીઓને, બાળકોને છત્રી, બ્લેન્કેટ, બેબી કિટ, સાડી સહિતનું જરૂરીયાત એવી તમામ વસ્તુઓનું પરિવાર સાથે વિતરણ કરાઈ છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી નવી સિવિલના દર્દીઓ સાથે વ્હીલચેર, દવાઓ, ફળોની કીટ જેવી ચીજો અર્પણ કરીને આ પ્રકારે સેવા સાથે ઉજવણી કરે છે.
શ્રી મહેતાએ ડો.બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વેલેન્ટાઈન ડેની પૂર્વ સંધ્યાએ ફિટલ મેડિસિન વિભાગમાં સગર્ભા માતાઓને પોષણ યુક્ત કિટ અને ગાઉન તેમજ સિવિલમાં દાખલ બાળદર્દીઓને હાઈજેનિક કીટ સાથે ગુલાબનું ફૂલ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.
નોધનીય છે કે, શ્રી મહેતાએ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ સિવિલ હોસ્પિટલના કોવિડ દર્દીઓને માસ્ક, સેનેટાઈઝર, ટિફિન સહિત અન્ય મદદ પૂરી પાડવા સતત ખડેપગે કામગીરી નિભાવી હતી.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, ફિટલ મેડિસિન વિભાગના વડા ડો.બિનોદિની મહેન્દ્રસિંહ ચૌહાણ, રેડિયોલોજી વિભાગના વડા પૂર્વીબેન દેસાઈ, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના કિરણભાઈ ડોમડિયા, નિલેશ લાઠીયા, જગદિશ બુહા, ચેતન આહિર, સંજય પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા