કુપોષણને નાથવામાં મહત્વનું યોગદાન આપતી પૂર્ણા યોજના કિશોરીઓની તંદુરસ્તી માટે વરદાનરૂપ
રાજ્ય સરકારની ‘પૂર્ણાશક્તિ યોજના’માં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપરા ગામની દીકરી શીતલબેન હળપતિ લાભાન્વિત
પૂર્ણાશક્તિ યોજનામાં મળતા ફૂડ પેકેટની ગુણવત્તા ઉત્તમ અને શરીર માટે લાભદાયક છે: લાભાર્થી શીતલબેન હળપતિ
રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા માટે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી ટેક હોમ રાશન યોજના અમલી બનાવી છે. આ યોજનામાં બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના નામથી પૂરક પોષક આહાર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઘઉં, બેસન, સોયાબીન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ થાય છે. આ તત્વોમાંથી શીરો, સુખડી, રાબ, લાડુ જેવી ૩૦ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ‘સુપોષિત ગુજરાત’નો સંકલ્પ સિદ્ધ કરવા માટે આઇસીડીએસ (સંકલિત બાળ વિકાસ યોજના) હેઠળ કાર્યરત ‘પૂર્ણાશક્તિ યોજના’ અંતર્ગત કિશોરીઓને ફૂડ પેકેટની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રામપરા ગામે રહેતા શીતલબેનને પુરક પોષણયુક્ત આહાર મળી રહ્યો છે.
રામપરા ગામના નવા હળપતિવાસ ફળિયામાં રહેતા પૂર્ણા શક્તિના લાભાર્થી શીતલબેન રાજુભાઇ હળપતિ જણાવે છે કે, હું સામાન્ય પરિવારથી આવું છું, ત્યારે મારા માટે બજારમાં મળતો મોંઘો પોષકઆહાર કે સામગ્રી ખરીદવી શક્ય નથી. એવા સમયે આ વિસ્તારની આંગણવાડી તરફથી સરકારની પૂર્ણાશક્તિ યોજનાની માહિતી મળતા નામ નોંધાવ્યું હતું. નિયત સમયમાં જ તેનો લાભ પણ મળતો થયો છે. યોજના અંતર્ગત મળતા પૌષ્ટિક લોટની ગુણવત્તા પણ ઉત્તમ કક્ષાની હોય છે, જેના થકી અમે ઘરે શીરો, ઉપમા વગેરે વાનગીઓ બનાવીએ છીએ. આ વાનગીઓમાંથી આયર્ન અને પ્રોટીન મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રામપરા આંગણવાડીના કાર્યકર બહેનો દ્વારા દર મંગળવારે અમને પુર્ણા શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ શીખવવામાં આવે છે, ઉપરાંત આંગણવાડીમાં નિબંધ લેખન, વકતૃત્વ, વાંચન સ્પર્ધા યોજવામાં આવે છે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને સેનેટરી પેડસનું વિતરણ કરી તેના ઉપયોગથી થતા લાભો વિશે સમજાવવામાં આવે છે.
શીતલબેન કહે છે કે, સરકારની અન્ય યોજનામાં મારા પરિવારે ઈ-શ્રમ કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ પણ મેળવ્યો છે. મારા પરિવારજનોમાં કોઈ ગંભીર બીમારીમાં સપડાય અને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવશે તો આયુષ્યમાન કાર્ડ સંકટ સમયની સાંકળ બનશે. રાજ્ય સરકારે મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે જે મારા જેવી અનેક દિકરીઓને સહાયરૂપ બની છે. સરકાર દ્વારા પૂર્ણા યોજનામાં મળતો પૂરક આહાર બદલ હું રાજ્ય સરકારનો હૃદયપૂર્વક અભાર માનું છું એવું તેમણે ઉમેર્યું હતું.
કુપોષણને નાથવામાં મહત્વનું યોગદાન આપતી પૂર્ણા યોજના કિશોરીઓની તંદુરસ્તી માટે વરદાનરૂપ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા
The Satyamev News
January 5, 2025
કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે એક દિવસીય તાલીમનું આયોજન
The Satyamev News
January 5, 2025
NRI દંપતિ પુના શાળાની મુલાકાતે
The Satyamev News
January 4, 2025