મહુવાના વાંસકુઈ ગામે રસોઈ કરતી વખતે પવનમાં તણખા ઉડતા ઘરવખરી નો સામના બળીને ખાખ.
સુરત, મહુવા:-સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે આગની ઘટના ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો વાંસકુઈના હંસાબેન મહેશભાઈ નાયકા જેઓ ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા.જે અરસામાં પવનના કારણે તણખા ઉડતા ઘરમાં આગ લાગી જવા પામી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા બારડોલી ફાયરની ની ટીમ ને જાણ કરાતા બારડોલી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગ કાબુમાં આવે ત્યાં સુધી માં મહિલાના ઘરમાં અંદાજીત 70,000 નું નુકશાન થઈ જવા પામ્યું હતું.મહુવા સુગર ફાયરની ટીમ અને બારડોલી ફાયરની ટીમના સયુંકત ઉપક્રમે આગ પર કાબુ મેળવી લેવાયો હતો આ આગની ઘટનામાં કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળેલ નથી.
