સુરતના ચેતનકુમાર સોહલીયા ગણિતશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. થયા
સુરતના રહેવાસી તથા VIE BIOTECH ના કોફાઉન્ડર ચેતનકુમાર રમેશભાઈ સોહલીયાએ ગણિતશાસ્ત્ર વિષયમાં “AN INVENTORY SYSTEM WITH VARIOUS CONDITIONS FOR DECAYING AND GROWING ITEMS” શીર્ષક હેઠળ રજૂ કરેલા મહા શોધનિંબધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી તેમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધનકાર્ય તેઓએ VNSGU સંલગ્ન ‘નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોર્મસ, ઝાડેશ્વર, ભરૂચ’ના ગણિતશાસ્ત્રના એસોસિએટ પ્રોફેસર અને હેડ ડો.પી.એન. મિશ્રાના માર્ગદર્શન હેઠળ સફળતાપુર્વક પૂર્ણ કર્યું છે.
