કામરેજ ખાતે ‘NSS પ્રોગ્રામ ઓફિસર્સ અને NSS સ્વયંસેવકોનો માય ભારત આઉટરિચ પ્રોગ્રામ-૨૦૨૫’ વર્કશોપ યોજાયો
સુરત, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસરો અને સ્વયંસેવકોએ ભાગ લીધો
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-સુરત દ્વારા +2 ઝોનલ કક્ષાનો ‘NSS પ્રોગ્રામ ઓફિસર્સ અને NSS સ્વયંસેવકોનો માય ભારત આઉટરિચ પ્રોગ્રામ-૨૦૨૫’ વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ, કામરેજ ખાતે યોજાયો હતો.
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ પુરસ્કૃત NSSના પ્રાદેશિક નિયામક(અમદાવાદ) ભારત સરકારના ટેક્નિકલ ઇનપુટથી આયોજિત આ વર્કશોપમાં સુરત, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકોને માય ભારત આઉટરિચ પ્રોગ્રામનું વિશેષ માર્ગદર્શન NSS પ્રાદેશિક નિયામકની કચેરી-અમદાવાદના તજજ્ઞશ્રીઓ રીટાબેન ડિસોઝા, અભિનવ દોંગારે, નિમીષા પટેલે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી તથા રિયલ ટાઈમ ઓનલાઇન પ્રોફાઈલ ક્રિએશનથી આપ્યું હતું. વર્કશોપમાં એસ.વી.એસ. કન્વીનર શૈલેષ પટેલ, એ.સ.આઈ. દિવ્યાંગભાઈ તથા સાયબર સિક્યુરીટી એક્સપર્ટ જયદીપ વોરાએ વિવિધ વિષયો પર સમજ આપી હતી. વર્કશોપનુ સંચાલન શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતાબેન મિસ્ત્રીએ કર્યું હતું. સૌ પ્રતિભાગીઓને વર્કશોપમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વર્કશોપમાં પ્રાંત અધિકારી વી. કે. પીપળીયા, વિઝડમ સ્કુલના મેનેજિંગ ડાયરેક્ટર નરેશ લક્કડ, આચાર્ય તરુણભાઇ ઉપસ્થિત રહ્યા હતા.
