નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

Facebook
Twitter
WhatsApp
Telegram

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
 
કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે જ નવા વર્ષની ઉજવણીઃ જિજ્ઞેશ પાટીલ
લોકો અનેકવિધ સેવાકીય તેમજ મનોરંજક પ્રવૃત્તિઓ સાથે નવા વર્ષ ૨૦૨૫ને વધાવવા માટે ઉજવણી કરી છે, ત્યારે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્ઞેશ પાટીલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર અને હાડકા વિભાગના પથારીવશ ૧૫૧ ગરીબ દર્દીઓને બ્લેન્કેટ અને ભગવદ્દ ગીતાનું વિતરણ કર્યું હતું. કેન્સર જેવા ગંભીર રોગોના દર્દીઓને મનની શાંતિ મળે અને ભારતીય સંસ્કૃતિની ઉદાત્ત ભાવના જાગૃત થાય તેવા આશયથી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અર્પણ કરાઈ હતી. જયારે શહેરની બ્લડ બેંકોને રકતની જરૂરિયાત પડે ત્યારે ટીમ દ્વારા તત્કાલ રકતદાન કેમ્પો યોજીને રકત પુરુ પાડે છે ઉપરાંત રૂબરૂ જઈને રકત અર્પણ કરવાનું સેવા કાર્ય કરે છે. ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ ટીમના સભ્યો સાથે મળીને કરે છે. ટીમ દ્વારા રાજ્યમાં કોવિડ, રેલ જેવી આફતો સમયે યુથ ફોર ગુજરાતની ટીમ દ્વારા જરૂરી મદદ પહોચાડવામાં મહત્વની કામગીરી કરવામાં આવી હતી. કોરોના કાળમાં પણ વ્હીલચેર, વોકર, ટોયલેટ ચેર પણ પૂરા પાડયા હતા. ટીમના સભ્યો દ્વારા પ્લાઝમાની જરૂરિયાત સમયે તત્કાલ પ્લાઝમાં પુરા પાડવામાં આવે છે. ગરીબ દર્દીઓને દવા, આર્થિક સહાય અને દર વર્ષે પોતાનો જન્મદિવસ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ઉજવણી કરે છે.
આ પ્રસંગે લાયન્સ કેન્સર વિભાગ ખાતે ડો.સંજય નંદેશ્વર, નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા તથા ગણપત પટેલ, જનમંગલ કલ્યાણ ટ્રસ્ટના પ્રમુખ અવધેશ મિશ્રા, તથા તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા