રાજ્યની તમામ ૧૧૨ SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ

Facebook
Twitter
WhatsApp
Telegram
રાજ્યની તમામ ૧૧૨ SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ
 
વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી કન્વીકશન રેટમાં વધારો કરવા અને પિડીતોને ન્યાય અપાવવા ગુજરાત પોલીસનું મહત્વપૂર્ણ પગલું
સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે. જેને ધ્યાને લઇ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ ૧૧૨ SDPO(પેટા વિભાગીય પોલીસ અધિકારી)/ACP(મદદનીશ પોલીસ કમિશનર)ની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ અને ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી આ પહેલ ખૂબ મહત્વપૂર્ણ છે, ભવિષ્યમાં તેના ઐતિહાસિક પરિણામ ચોકકસ જોવા મળશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ SDPO/ACPની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં બનતા તમામ પ્રકારના ગંભીર ગુનાઓની તપાસના સુપરવિઝનની જવાબદારી જીલ્લાઓમાં SDPO અને શહેરોમાં ACPની હોય છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તરીકે SDPO/ACP જ્યારે ગંભીર પ્રકારના ગુનાનું સુપરવિઝન કરતા હોય ત્યારે તેઓ ગુનાવાળી જગ્યાની વિઝીટ કરતા હોય છે અને તપાસ કરનાર અમલદારને વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા માટે માર્ગદર્શન પુરૂં પાડતા હોય છે. તેમની આ જવાબદારીનું યોગ્ય રીતે નિર્વહન થાય તે માટે ફોરેન્સિક સાયન્સ વિષય નિષ્ણાંત અને તાલીમબધ્ધ હોય તેવા ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર તેઓને મદદરૂપ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે કોઇપણ ગુનો બને ત્યારે ફોરેન્સીક ક્રાઇમસીન મેનેજરની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી કેસને સુદ્બઢ બનાવવા અને આરોપીઓને સજા થાય તથા પિડીતોને ન્યાય મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ પહેલના કારણે ગંભીર પ્રકારના ગુનાઓના કન્વીકશન રેટમાં ચોક્કસપણે વધારો થશે.
ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સના નિષ્ણાંતો દ્વારા આ તમામ ૧૧૨ ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ને ગાંધીનગર, સુરત અને રાજકોટ ખાતેની ફોરેન્સિક સાયન્સ લેબ ખાતે ખાસ તાલીમ આપવા આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટ, ભૌતિક પુરાવા અને ચેઇન ઓફ કસ્ટડીનું મહત્વ, ગુના સ્થળની તપાસ પ્રક્રિયા, વિશિષ્ટ પ્રકારના નમૂનાઓ માટે દિશા નિર્દેશ, ઇ-સાક્ષ્યનો ઉપયોગ અને ડીજીટલ પુરાવાઓ સહિતના વિવિધ કાઇમ સીન સંબંધિત વિષયોને આવરી લેવામાં આવશે

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા