કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોની પોર્ટલ ઉપર નોંધણી સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે. આ નોંધણી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી અરજદાર માટે ફાર્મર રજીસ્ટ્રી હેઠળનો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યો છે. પોર્ટલ પર સેલ્ફ રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરતી વખતે અરજદારે ફાર્મર આઈડી-ખેડુત નોધણી ક્રમાંક ફરજિયાત દાખલ કરવાનો રહેશે.
પીએમ કિસાન યોજના માટે પાત્રતા ધરાવતા ખેડૂતો વેબ પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશનથી જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરી શકે છે, પરંતુ તે માટે ફાર્મર આઈડી જરૂરી હોય છે. જે માટે ખેડુતે https://gjfr.agristack.gov.in પોર્ટલ પર જાતે અથવા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ગામના ગ્રામસેવક અથવા તલાટી-કમ-મંત્રીશ્રી અને તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરવા, ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ
The Satyamev News
January 8, 2025
પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે
The Satyamev News
January 8, 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન
The Satyamev News
January 7, 2025