સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રા. શાળાના વય નિવૃત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાશે
સુરત: બુધવાર: સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના વર્ષ ૨૦૨૩-૨૪નાં વય મર્યાદાના કારણે નિવૃત થયેલ શિક્ષકોનો નિવૃત સન્માન સમારંભ આવતીકાલ તા.૧૪/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ વાગે જિલ્લા પંચાયત ભવન, ઓડિટોરીયમ ખાતે યોજાશે. આ અવસરે શિક્ષકોને તેમના મળવાપાત્ર લાભોનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ IAS, જિ.પં.શાસક પક્ષ નેતા રવજીભાઈ વસાવા, કારોબારી સમિતિ અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પં. પ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિત વિવિધ સમિતિના સભ્યો તેમજ પ્રાથિમક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહેશે.
