માત્ર ૪૫ મિનીટમાં આવકનો દાખલો મળતા દિનેશભાઈએ સેવાસેતુની ઝડપી કામગીરીને બિરદાવી

Facebook
Twitter
WhatsApp
Telegram

સેવા સેતુ એટલે ‘ઘેર બેઠાં ગંગા’: લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિ
 
માત્ર ૪૫ મિનીટમાં આવકનો દાખલો મળતા દિનેશભાઈએ સેવાસેતુની ઝડપી કામગીરીને બિરદાવી

સુરત:શુક્રવાર: ‘સામાન્ય નાગરિકોને સરકારી કચેરીમાં જઈ જે કામો કરાવવામાં મુશ્કેલી પડતી હતી, એ અહી નજીવા સમયમાં થઈ શકે છે. સાથે માહિતી, માર્ગદર્શન અને વિવિધ યોજનાકીય જ્ઞાન મળે તે વધારાનો ફાયદો છે’.. આ શબ્દો સાથે સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિએ સેવા સેતુ કાર્યક્રમથી સરકારના પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.
૫૧ વર્ષીય દિનેશભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ કતારગામની શિવદર્શન સોસાયટીમાં રહે છે. તેઓ ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સેવા સેતુમાં ૪૫ મિનીટમાં આવકનો દાખલો મેળવ્યો હતો. સેવા સેતુ એટલે ‘ઘેર બેઠાં ગંગા’ એવા ઉદ્દગાર સાથે જણાવ્યું કે. લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સેવા સેતુએ અમારા જેવા મધ્યમવર્ગના નાગરિકોને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કાઓ ખાવામાંથી મુક્તિ અપાવી છે. સરકારી યોજનાઓમાં આવકના દાખલાની હવે અવારનવાર જરૂર રહે છે. જેથી મારે આવકના દાખલાની જરૂરિયાત હતી. અમારા વિસ્તારમાં સેવા સેતુ યોજાવાનો છે, એની જાણકારી મળતા અહીં આવ્યો, માટે જરૂરી દસ્તાવેજો એકઠાં કરી રાખ્યા હતા. સરકારી કર્મચારીઓએ ફોર્મ ભરવામાં અને જરૂરી પુરાવાની નકલો માટે ખૂબ સારી મદદ કરી હતી.
નોંધનીય છે કે, પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનોને ઘર આંગણે પહોંચાડવા રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવ્યો છે. સેવા સેતુના માધ્યમથી નાગરિકોને રાજય સરકારની ૫૫ જેટલી વ્યકિતલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે ગ્રામજનોને તાલુકા કક્ષાએ અને શહેરવાસીઓને મામલતદાર કચેરીઓ કે જિલ્લા સેવા સદન સુધી ધકકા ખાવા પડતા નથી. એટલું જ નહી નાણાં અને સમયનો વ્યય પણ થતો નથી.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન