વાહનોના પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા રાજ્યના ૨૧ તાલુકાઓમાં PUCના અદ્યતન મોડ્યુલ PUCC 2.0નું અમલીકરણ

Facebook
Twitter
WhatsApp
Telegram

વાહનોના પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા રાજ્યના ૨૧ તાલુકાઓમાં PUCના અદ્યતન મોડ્યુલ PUCC 2.0નું અમલીકરણ

વાયુ પ્રદૂષિત થવાના મુખ્ય પરીબળોમાં વાહનો દ્વારા થતું ઉત્સર્જનએ એક મહત્વનું પરિબળ છે. વાહનોમાં ઈંધણ બળવાનાં કારણે નીકળતા ધુમાડામાં રહેલા પ્રદૂષણકારક તત્વો નિયંત્રણમાં રહે તે હેતુથી વાહન માલીકે વાહનોના “પોલ્યુશન અન્ડર કંટ્રોલ” (PUC) પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવા માટેના અદ્યતન સોફ્ટવેર PUCC સોફ્ટવેર વર્ઝન 2.0 નું રાજ્યના ૨૧ તાલુકાઓમાં અમલીકરણ કરાયું છે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, પીયુસી પ્રમાણપત્ર સરકાર માન્ય પીયુસી સેન્ટરમાંથી મેળવવાનું હોય છે. પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા PUC મોડ્યુલને “PUCC સોફ્ટવેર વર્ઝન 2.0” (PUCC 2.0) અદ્યતન કરાયું છે. જેનો અમદાવાદ,અમદાવાદ-પૂર્વ, અમરેલી, અંજાર, ડાંગ, બાવળા, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ભુજ, ખેડા, નર્મદા, ગોધરા, પાટણ, પોરબંદર, સુરત અને વલસાડમાં અમલવારી કરાઈ છે. આગામી સમયમાં બાકીના જિલ્લાઓમાં પણ તેનો અમલ કરાશે.

આ પીયુસી સેન્ટરો દ્વારા PUCC સોફ્ટવેર વર્ઝન 2.0 મોબાઇલ એપ્લિકેશન મારફતે પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે. પીયુસી સેન્ટરના ૩૦-૪૦ મીટરની ત્રિજ્યામાં જ PUC સર્ટિફિકેટ ઇસ્યુ થશે. વાહનની રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો ૪-૫ સેકન્ડનો શોર્ટ વિડિયો કેપ્ચર કરી “PUCC 2.0” સોફ્ટવેરમાં અપલોડ કરાશે. ત્યારબાદ જ પીયુસી સેન્ટરો દ્વારા સંબધિત વાહનનું PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાશે. પીયુસી સર્ટિફિકેટ હાલમાં પરિવહન પોર્ટલના PUC મોડયુલ મારફતે પીયુસી સેન્ટરમાંથી ઇસ્યુ કરવામાં આવે છે. જે વાહન સોફ્ટવેર ૪.૦ના ડેટાબેઝ સાથે ઇન્ટીગ્રેટ છે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન