નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના સંયુક્ત ઉપક્રમે “માદક દ્રવ્યોના વ્યસન તેમજ દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો: ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Facebook
Twitter
WhatsApp
Telegram

‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના સંયુક્ત ઉપક્રમે “માદક દ્રવ્યોના વ્યસન તેમજ દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો: ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

સુરત:સોમવાર:‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત’ અને ‘માય ભારત-સુરત’ના સંયુક્ત ઉપક્રમે સુરતના એપેરલ ટ્રેનિંગ એન્ડ ડિઝાઇન સેન્ટર(ATDC) ખાતે “માદક દ્રવ્યોના વ્યસન અને દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. ત્યારે યુવાઓને આ પ્રકારના દરેક દૂષણોથી દૂર રાખવા જાગૃતિ ફેલાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવર્તન વ્યસન મુકિત કેન્દ્નના કાઉન્સિલર શ્રીમતી કલ્પનાબેન મહેતા અને સુનીતાબેન આહેરકાર દ્વારા ડ્રગ્સના પ્રકાર અને તેની આડઅસરો સહિતની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમજ આસપાસ કે અન્ય કોઈ સ્થળે આ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ થતું હોય તો પોલીસને માહિતગાર કરવા અનુરોધ કરાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કાઉન્સિલર શ્રીમતી કાંતાબેન જોગડિયા દ્વારા કાનૂની સહાય કેન્દ્ર દ્વારા સમાજના નબળા વર્ગોને ઝડપથી, સરળ, સક્ષમ અને મફત ન્યાય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી, ઉજ્જવલ પરમાર, શ્રધ્ધા વગ્ગુ દ્વારા કરવામાં આવ્યું છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન