ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી શરૂ થયેલી VGGSના ૧૦ સંસ્કરણોને મળી ભવ્ય સફળતા

Facebook
Twitter
WhatsApp
Telegram

વિકાસ સપ્તાહ : ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવામાં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની ભૂમિકા પાયારૂપ
 
ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી શરૂ થયેલી VGGSના ૧૦ સંસ્કરણોને મળી ભવ્ય સફળતા
 
VGGSના ૧૦ સંસ્કરણોમાં કુલ મળીને ગુજરાતમાં રૂ. ૧૦૩.૩૭ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU થયા
 
વર્ષ ૨૦૦૩માં માત્ર પાંચ સહભાગી સંસ્થા સાથે શરૂ થયેલી VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને ૧૬ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે. આ ૨૩ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સંકલ્પ-સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજ્યમાં શરૂ થયેલી “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” વગર ગુજરાતની વિકાસ યાત્રા અને વિકાસ સપ્તાહની ઉજવણી – બન્ને અધૂરી છે.

ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવાના માટે રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની પરિકલ્પના કરી હતી. કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ, પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૩માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં અત્યાર સુધીમાં યોજાયેલા વાયબ્રન્ટ સમિટના કુલ ૧૦ સંસ્કરણોને ભવ્ય સફળતા મળી છે. VGGSના આ દસ સંસ્કરણોમાં કુલ મળી ગુજરાતમાં આશરે રૂ. ૧૦૩.૩૭ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU કરવામાં આવ્યાં છે. VGGSના પરિણામે અનેક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું, જેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૦૩માં માત્ર પાંચ સહભાગી સંસ્થા, ૨૦૦ NRI અને ૨૦૦ અગ્રણી મહાનુભાવો સાથે VGGSનું પ્રથમવાર આયોજન થયું હતું. જેમાં રૂ. ૬૬,૦૦૦ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે ૮૦ MoU સંપન્ન થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાવેલું આ બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તાજેતરમાં જ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને ૧૬ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થયા હતા.

આટલું જ નહીં, લગભગ ૧૪૦થી વધુ દેશ અને ૬૧,૦૦૦થી વધુ દેશ-વિદેશના પ્રતિનિધિઓ VGGSના ૧૦માં સંસ્કરણમાં જોડાયા હતા. ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૧૯ થી જાન્યુઆરી-૨૦૨૪ સુધીમાં ગુજરાતમાં આશરે રૂ. ૪૭.૫૧ લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ માટે ૯૮,૯૦૦ થી વધુ MoU કરવામાં આવ્યા છે. પરિણામે સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે જરૂરી બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે VGGS સૌથી પ્રતિષ્ઠિત ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો

બાળમજૂરી નાબૂદી માટેની જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ઉના પાણી રોડના ટી સ્ટોલમાં રેડ: બે બાળમજૂરો મળી આવતા બાળગૃહમાં આશ્રય અપાયો બાળમજૂરી નાબૂદી માટેની સુરત

રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ   • આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે  

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૬: સુરત જિલ્લો’   પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી શાકભાજી અને ફળોનું વાવેતર ફાયદાકાર છે: આવો જાણીએ શાકભાજીની પ્રાકૃતિક કૃષિ વિશે   શાકભાજીનાં સારા ઉત્પાદન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ભટારમાં રહેતા સસારે પરિવારના બ્રેઈનડેડ વિકાસભાઇની બે કિડનીનું અંગદાન નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૧મું સફળ અંગદાન: બે જરૂરિયાતમંદ દર્દીઓને