સરકારે OPS સ્વીકારતા મહુવા તાલુકાના શિક્ષકો દ્વારા ધારાસભ્યનું સન્માન કરાયું.
રાજ્ય ભરના કર્મચારીઓએ ઓલ્ડ પેન્સન યોજના તેમનો હક છે એમ જણાવી સરકાર સમક્ષ ઓલ્ડ પેન્સન યોજનાની માંગ કરી હતી.મહુવા તાલુકાના શિક્ષકો દ્વારા મહુવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને ops શરૂ કરવા માટે રજુઆત કરતા મહુવા ધારાસભ્ય દ્વારા શિક્ષકોની માંગને ધ્યાને લઈ ops શરૂ કરવા સરકારમા રજુઆત કરી હતી.ગત રવિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 2005 પહેલાના રાજ્યના 60 હજારથી વધુ કર્મચારીઓને ops આપવાનુ નક્કી કરાતા સરકારી કર્મચારીઓમા ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.મહુવા તાલુકાના શિક્ષકોએ પણ સરકારનો આ નિર્ણયને વધાવી લીધો હતો.અને સરકારમા મહુવા તાલુકાના કર્મચારીઓને પડતા પ્રશ્નોની રજુઆત કરનાર ધારાસભ્ય મોહનભાઈની કામગીરી પણ બિરદાવી હતી.તા-10/10/2024ને ગુરુવારના રોજ મુખ્ય પ્રાથમિક શાળા વહેવલ ખાતે મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા શિક્ષક પરિવાર દ્વારા મહુવા ધારાસભ્ય મોહનભાઈનો અભિવાદન સમારોહ યોજ્યો હતો.જેમાં શિક્ષકો દ્વારા ધારાસભ્ય મોહનભાઈની કામગીરી બિરદાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા તમામ શિક્ષકોને કોઈ પણ તકલીફ પડે તો તેનો ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. જે સાંભળી સૌ શિક્ષકો આનંદિત થઈ ગયા હતા