પુના ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરત ખાતે તા 26/6/2025 ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સુરત જિલ્લા પંચાયત ના જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તાલુકા પંચાયત સભ્ય કિશોર ભાઈ પટેલ, સરપંચ રેખાબેન પટેલ, SMC અધ્યક્ષ જાગૃતિ બેન પટેલ, પૂનમ પટેલ,ગામના આગેવાનો, એસ એમસી સભ્યો,શિક્ષકો,વાલીઓ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના થી થઈ.ત્યાર બાદ વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવ્યું,શાળાના આચાર્ય શાંતિલાલ ચૌધરીએ સરકાર શ્રી ની વિવિધ યોજનાની માહિતી આપી હતી.પ્રથમ આંગણ વાડી ના બાળકો નો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ પુના શાળાના 6,વસરાઇ ના 6અને આશ્રમ શાળાના 4 બાળકોનો શાળા પ્રવેશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરી તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.ત્યાર બાદ વિદ્યાર્થી રીતીકા અને રિધ્ધી દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.આ તબક્કે CET, GSSY પરીક્ષામાં રાજ્ય મેરીટમાં આવેલ 4 બાળકોનું,ધોરણ 3થી 8માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
સમારંભના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા રાકેશભાઈ પટેલ સાહેબે પોતાના વકતવ્યમાં શિક્ષણની ઉપયોગીતા, પ્લાસ્ટિક પ્રદૂષણના પડકારો, પર્યાવરણ જતન સંવર્ધન ,તેમજ વાલીઓને તેમના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા સૂચન કર્યું હતું.શાળામાં થતી પ્રવૃત્તિ ઓ અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી બાળકો અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ તબક્કે શાળા સલામતી સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.SMC મિટિંગ બાદ શાળા પરિસરમાં સરગવો,લીબું ,જામફળ અને મીઠા લીમડાના રોપા રોપવામાં આવ્યા હતા.કાર્યક્રમનું સુંદર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક બની રહ્યો હતો.
