ઉમરા અંબિકા નદીમાં અચાનક પાણી આવી જતા પશુઓ ટેકરી પર ફસાયા ગયા અને પશુપાલક?
સુરત,મહુવા:-મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદીની વચ્ચે આવેલ ટેકરી પર ગામના પશુપાલક ઉત્તમભાઈ રવજીભાઈ પટેલ પોતાની ભેંસને ચારો ચરાવવા શનિવારના રોજ લઈ ગયા હતા.પરંતુ ઉપરવાસમાં વર્ષેલ ધોધમાર વરસાદને લઈ અચાનક નદીમાં પાણી વધી જતા પશુપાલક નદી બહાર નીકળી આવ્યા હતા જયારે પાલતુ ચાર ભેંસો ટેકરી પર ફસાઈ ગઈ હતી.નદીમાં પાણી વધી જતા ભેંસે રાતવાસો ટેકરી પર જ કરવો પડશે.પાણી ઓસર્યા બાદ જ ભેંસ નદી કાંઠે આવી શકશે.
