શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા.

Facebook
Twitter
WhatsApp
Telegram
૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન
 
૫મી સપ્ટેમ્બર એટલે જ્ઞાનદાતા શિક્ષકોના કર્મયોગી પ્રેરણાપુરૂષ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ
 
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા હતા ડો.રાધાકૃષ્ણન: શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની પ્રેરક જીવનયાત્રા
સુરતઃ- કર્મયોગને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર. આ જ આપણી કાયમી પૂંજી છે. આ વૈભવસંપત્તિને ઓળખીએ અને તેને અનુસરીએ તો શિક્ષણની -કેળવણીની મિલકત અનેક ગણી વધી જાય. તે માટે આવો રાધાકૃષ્ણનને સમજીએ.
              શિક્ષણને પોતાનો ધર્મ માનનારા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ચેન્નઈ (મદ્રાસ) નજીકના યાત્રાધામ તિરૂતની ગામમાં તા.૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો. તેમના પૂર્વજો સર્વપલ્લી નામક ગામના હોવાથી ગામની યાદ કાયમ રહે તે માટે તેમણે ‘સર્વપલ્લી’ નામ ધારણ કર્યું. તેમના પિતા વીરસ્વામી શિક્ષક હતા અને સાથે ગોરપદું પણ કરતા.
નાનપણથી જ તેઓ શરમાળ, સંકોચશીલ પરંતુ ભારે બહુમુખી પ્રતિભા સંપન્ન હતા. વાંચન અને મનનનો તેમને ભારે શોખ. ખ્રિસ્તી સ્કૂલમાં તેમણે શાળાકીય શિક્ષણ લીધું, મદ્રાસની ક્રિશ્ચયન કોલેજમાંથી ‘દર્શનશાસ્ત્ર’ વિષય સાથે પ્રથમ નંબરે બી.એ. થયા. ‘તત્વજ્ઞાન’ વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી અને પ્રેસિડન્સી કોલેજમાં તર્કશાસ્ત્ર (તત્વજ્ઞાન) ના પ્રાધ્યાપક થઈને શિક્ષણકાર્યનો આરંભ કર્યો. એમનો પહેરવેશ લાંબો કોટ અને ધોતિયું અને માથે મદ્રાસી પાઘડી. વિદેશમાં પણ તેઓ ગાંધીજીની જેમ આ ભારતીય પોશાક પહેરતા રાધાકૃષ્ણનનું અંગ્રેજી અને સંસ્કૃત વિષય પર ગજબનું પ્રભુત્વ હતું. અંગ્રેજીમાં એમનું વકતવ્ય સાંભળી સૌ એમ જ માનતા કે તેઓ અમેરિકાની કેમ્બ્રિજ કે ઓકસફર્ડ યુનિમાં ભણ્યા હશે. વર્ગખંડમાં તેમની એવી જાદુઈ અસર થતી કે કોઈ શિષ્ય બેધ્યાન ન બનતો. પોતાના વિનમ્ર અને મિલનસાર સ્વભાવથી તેઓ શિષ્યો તથા સાથી કર્મચારીઓમાં પણ ખૂબ પ્રિય બન્યા હતા. તેઓ ખ્યાતિ અને પ્રસિદ્ધિથી દૂર જ રહેતા ભારતની ઋષિ પરંપરાને નાનપણથી જ આદર આપતા, શિક્ષણને વધુ મહત્વ આપતા. તેઓ મહાત્મા ગાંધીજી અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના આજીવન અનુયાયી હતા. તેઓ જુદા જુદા પ્રાંતની અને વિદેશની પંદરથીય વધુ ભાષામાં વાતચીત કરી શકતા. વર્ગમાં ટટ્ટાર, મજબૂત બાંધો, ખડતલ, માથે પાઘડી, ભારતીય પોશાકમાં તેઓ જ્યારે અનોખી વાફછટાથી અંગ્રેજીમાં વ્યાખ્યાન આપતા તો સૌ મંત્રમુગ્ધ થઈ જતા. ૧૭ વર્ષ સુધી તેમણે યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો આપ્યાં.
સને ૧૯૩૧માં તેઓ આંધ્ર યુનિ.માં કુલપતિ થયાં. યુનિવર્સિટીએ તેમની સેવાની કદર કરીને એલ.એસ ડી.ની માનદ ઉપાધિથી તેમને નવાજયાં. હવે પ્રોફેસર રાધાકૃષ્ણન ડૉ. રાધાકૃષ્ણન બન્યા. સને. ૧૯૫૦થી તેઓ ત્રણ વર્ષ રશિયાના એલચી (દૂત) બન્યા.
        તે અરસામાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેમની વરણી થઈ. ૧૯૫૨ થી ૧૯૬૨ સુધી તેમણે એ પદ શોભાવ્યું. ત્યારબાદ ૧૯૬૨ માં દેશના પ્રથમ નાગરિક તરીકેનું બહુમાન તેમને મળ્યું, સૌ પ્રથમ ભારત રત્ન એવોર્ડ મેળવનાર ડો. રાધાકૃષ્ણન હતા. ત્યારબાદ પાંચ વર્ષ તેમણે પોતાની સૂઝબૂઝ અને બુદ્ધિ પ્રતિભાથી રાષ્ટ્રપતિપદ શોભાવ્યું. રાષ્ટ્રપતિ બન્યા પછી પણ આજીવન તેઓ નખશિખ શિક્ષક જ રહ્યા. તેમના કર્તવ્યમાં એક આદર્શ શિક્ષકની સમૃદ્ધિ જ પ્રગટતી. તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે રૂ. ૧૦,૦૦૦ના પગારમાંથી માત્ર ૨૫૦૦ રૂપિયા પગાર જ તેઓ લેતા હતા. આમ તેમણે જીવનભર શિક્ષક ધર્મ અપનાવ્યો હતો. પોતે પોતાનો પરિચય રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ – ‘હું શિક્ષક છું’ એમ કહીને આપતા. ભારતના ત્રણેય વડાપ્રધાનો-જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી સાથે તેમણે દેશની અપૂર્વ સેવા કરી. છેવટે આ દિવ્યાત્માનો એપ્રિલ, ૧૯૭૫માં દૈહિકજીવનનો અંત આવ્યો. આમ તેઓ શિક્ષણ ક્ષેત્રની સાથે રાજકીય ક્ષેત્રે પણ સમર્પિત રહ્યા. તેમની એક શિક્ષક થી રાષ્ટ્રપતિ પદ સુધીની જીવનયાત્રા અદ્દભુત હતી. તેઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સેતુને અતૂટ માનતા. તેઓ માનતા કે શિક્ષક અને શિષ્ય વચ્ચે આ આદાન પ્રદાનનો, એકબીજાના સ્વીકારની ભાવનાનો અવિરત પ્રવાહ વહેવો જોઈએ. એક વિદ્યાર્થીમાં ઉદારતા, સહાનુભૂતિ, સાહસ અને વીરતાની ભાવનાનો વિકાસ કરવામાં શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે. તે શિષ્યને સત્યધર્મ અને સદગુણોનું આચરણ કરતાં શીખવે છે. તેથી બાળક-વિદ્યાર્થી પણ શોખના આચાર-વિચારનું અનુસરણ કરતાં રહે છે. તેથી શિક્ષકે એવી રીતે શિક્ષણ આપવું જોઈએ કે જ્ઞાન પ્રકાશમાં વિદ્યાર્થી પોતાનું અહમ ઓગાળી મન તથા બુદ્ધિ અને આત્માને પરમાત્મા સાથે એકાકાર કરી દે.
    પોતાનો જન્મદિવસ ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવાનો તેમનો આશય શિક્ષકને સમાજમાં ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવવાનો હતો. આવી ઉદાત્ત ભાવના દાખવીને તેમણે સમગ્ર શિક્ષણ જગતને સામાજિક માભો અને વિરલ પ્રતિષ્ઠા અપાવી અને એક અનોખા ‘પ્રસંગદિન’ ની ભેટ આપી. એક શિક્ષક નાનાં નાનાં ગામડાં સુધી પહોંચી બાળકોના જીવન ઘડતર દ્વારા રાષ્ટ્રઘડતરનું કાર્ય કર્યુ. તેથી જ શિક્ષકોના ગૌરવને વધારવા ‘શિક્ષકદિન’ ઉજવાય છે. શાળાઓમાં આ દિવસની ઉમંગથી ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ દિવસની ઉજવણી હોંશે હોંશે કરવા આતુરતાથી રાહ જુએ છે. શાળા-કોલેજમાં ઉત્સવનું વાતાવરણ સર્જાય છે. વર્ગખંડોને શણગારવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થી શિક્ષક બને છે અને શિક્ષણ કાર્ય કરાવે છે.
વિશ્વભરમાં ‘શિક્ષકદિન’ ચીનમાં પહેલી સપ્ટેમ્બરે, યુ.એસ.એમાં મે મહિનાના પ્રથમ મંગળવારે, તાઈવાનમાં ૨૮ સપ્ટેમ્બરે, કોરિયામાં ૧૫મી મેના રોજ, ઈરાનમાં બીજી મે, મલેશિયામાં ૨૪મી નવેમ્બરે અને રશિયામાં પાંચમી ઓકટોબરે તથા થાઈલેન્ડમાં ૧૬મી જાન્યુઆરીએ ઉજવાય છે.
     શિક્ષકદિને મુખ્યમંત્રીશ્રીના હસ્તે આદર્શ શિક્ષકો ‘શ્રેષ્ઠ શિક્ષક’ નો પુરસ્કાર પણ ગ્રહણ કરે છે કે જેઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેઓના ઉજજવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને પ્રવૃત્ત રહે છે.
         ચાલો આપણે આ ‘રાષ્ટ્રગુરુ’ ને એમના જન્મદિને કોટિ કોટિ વંદન કરીએ તથા ભાવાંજલિ આપીએ. “જ્ઞાનથી વધારે બીજું કંઈજ પવિત્ર નથી” આ તેમના જીવનમંત્રને ચરિતાર્થ કરવાનો શિક્ષકદિને સંકલ્પ કરીએ.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન