સરકારી કૉલેજ કાછલ ખાતે “ભારતીય સંસ્કૃતિમાં ગુરુપરંપરા અને મહત્વ” વિશે નિષ્ણાત વ્યાખ્યાન યોજવામાં આવ્યો.
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજના એન.એસ.એસ વિભાગના ઉપક્રમે તારીખ 07/08/2024, બુધવારના રોજ “ગુરુવંદના કાર્યક્રમ” કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન ડૉ. હિમાંશુભાઈ મહેતા સાહેબે (અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, ઉમરપાડા) ગુરુનું મહત્વ, સામાન્ય થી મહાન વ્યક્તિઓના જીવનમાં ગુરુની ભૂમિકા વગેરે જેવી બાબતોને વિદ્યાર્થીઓને ઉદાહરણો દ્વારા સમજાવ્યું. આ ઉપરાંત કૉલેજના આચાર્યશ્રી ડૉ. હેતલ એસ. ટંડેલ મેડમના માર્ગદર્શનથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ કોર્ડિનેટર પ્રા. આશાબેન ઠાકોરે કર્યું હતું.
