ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ

Facebook
Twitter
WhatsApp
Telegram

ડૉકટર અને ઈજનેર બનવાના સ્વપ્ન સાથે

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ
 
રાજ્ય સરકાર દ્વારા JEE- NEETની પરીક્ષા માટે વિનામૂલ્યે કોચિંગની સુવિધા
 
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧થી ૨૦૨૩ સુધીમાં કુલ ૪૫૨ આદિજાતિ વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત IIT, MBBS, BE/B.Tech જેવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવ્યો

આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં આવી
રહ્યા છે.

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક ૨૬ ઈ.એમ.આર.એસ, ૯ જી.એલ.આર.એસ તેમજ ૯ મોડેલ એમ કુલ ૪૪ શાળાઓ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે.

પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાંથી ડૉકટરની પદવી માટે ધોરણ ૧૨ સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩માં ૮૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૧,૦૧૫ આદિજાતિ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે ૩૬૪ તથા ૪૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા નિ:શૂલ્ક કોચિંગ તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓની સખત મહેનતના પરિણામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં EMRS ખોડદા-તાપીની વિદ્યાર્થિનીને પ્રતિષ્ઠિત IIT-જોધપુરમાં સિવિલ ઇજનેર શાખામાં જયારે વર્ષ ૨૦૨૨માં EMRS પારડીના વિધાર્થીને
IIT-ગાંધીનગરમાં મટેરિયલ સાયન્સમાં પ્રવેશ મળ્યો છે. આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩માં આદિજાતિના ૨૬ વિધાર્થીઓએ MBBSમાં, ૯૪ વિદ્યાર્થીઓએ BE/B.Tech તથા ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓએ અન્ય પેરા મેડીકલક-અન્ય પ્રોફેશનલ કોર્ષમાં, એમ કુલ ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે જે રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાનરૂપ છે.

જયારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજોમાંથી ઈજનેરની પદવી માટે રાષ્ટ્રીય કક્ષાએ JEE Mains-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવે છે. ગત વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાંથી ૧૧૬ અને વર્ષ ૨૦૨૪માં ૧૩૬ આદિજાતિ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી, જેમાંથી અનુક્રમે ૭૭ અને ૮૨ વિધાર્થીઓ JEE Mainsમાં ઉત્તીર્ણ થયા છે.
આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ લાવી દરેક ક્ષેત્રે તેઓ સ્પર્ધા કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી(GSTES) ની સ્થાપના કરવામાં આવી છે. આદિજાતિના વિદ્યાર્થીઓ રાજ્યના સામાજિક
તેમજ આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવે તથા તેના લાભો દરેક નાગરીકો સુધી પહોંચાડી સાક્ષરતા દર ઉંચો લાવવાના હેતુથી આ સોસાયટીની સ્થાપના કરાઈ છે.

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ૧૦૫ શાળાઓ પૈકી ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ૧૨ મોડેલ શાળાઓ તથા ૦૨ સૈનિક શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું.

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું. માટી ભરેલી ૧ હાઈવા ટ્રક અને જે.સી.બી મળી ૫૦ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી ચોમાસા-૨૦૨૫ દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના 6 પુરુષ અને 3 મહિલા ગામ લોકોની તકેદારી સાથે પોલીસના હાથે ઝડપાયા હતા.

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી ઢોર મારી પોલીસને સુપ્રત કર્યા હતા.

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી

error: Content is protected !!