કાછલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
સરકારી વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં આચાર્યશ્રી ડો. હેતલ ટંડેલનાં માર્ગદર્શન હેઠળ સપ્તધારા દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં બી.એ. બી.કોમ તેમજ બી.એસ.સી. માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આવકાર આપવા માટે પ્રવેશોત્સવનું આયોજન તા. ૧૮ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચનમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને પોતાના સ્વપનો સાકાર કરવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રાધ્યાપકોએ કોલેજની વિવિધ સમિતિઓ, કોલેજમાં થતી પ્રવૃત્તિઓ, કોલેજમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનો ચિતાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ પ્રવાહના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.
