કાછલ ગામે યુવાનો દ્વારા બિરસામુંડા મેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સુરત,મહુવા:-મહુવા તાલુકાના કાછલ ગામે ગામના યુવાનો ભેગા મળીને કાછલ ગામની જાહેર મિલ્કત બિરસામુંડા રમત ગમત મેદાન ખાતે ૧૫૦ થી વિવિધ જાતના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.રવિવારના રજાના દિવસે કાછલ ગામના ૨૦થી વધુ યુવાનો ભેગા થઈને ગામના ઘરેણા સમાન બિરસામુંડા મેદાન ખાતે વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુલમહોર, કદમ, ગરમાળો, ચંપા, બોરસલ્લી, ટરમેલિયા ગ્રીન, એલટી વગેરે વિવિધ જાતના રોપાઓ યુવાનો દ્વારા રોપવામાં
આવ્યા હતા તેમજ ૪૦થી વધુ રોપાઓને ટ્રી ગાર્ડક લગાવવામાં આવી હતી. મહુવા તાલુકા ચૌધરી સમાજના આગેવાન શ્રી યજ્ઞેશભાઈ પાવાગઢી ના પત્ની શ્રીમતિ તિરૂપાબેન દ્વારા પર્યાવરણ જાળવણીના હેતુથી વૃક્ષો ટરમેલિયા ગ્રીન સહિતના છોડો અને ૪૦થી વધુ ટ્રી ગાર્ડની સેવા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર વૃક્ષારોપાણનો કાર્યક્રમ મહુવા તાલુકા ચૌધરી સમાજના પ્રમુખશ્રી નરેનભાઈ ચૌધરીના આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો.યુવાનો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેની જતનની જવાબદારી પણ યુવાનો દ્વારા લેવામાં આવી હતી જેને ગ્રામજનો દ્વારા સહર્ષ બિરદાવવામાં આવી હતી.