સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનાવલ ખાતે મહુવા સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતો માટે બહુસ્તરીય શેરડી પાક પરિસંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ કરીને ખેડૂતોને શેરડીના પાકનો ઉતાર બમણો થાય અને આધુનિક પદ્ધતિએ ખેડૂતો ખેતી કરતા થાય એ હેતુ સાથે શિબિરનું આયોજન મહુવા સુગર દ્વારા કરાયુ હતુ.જેમાં કૃષિ રત્ન ડો.સંજીવ માનેજી ઉપસ્થિત રહીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
જી 20 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે હાલ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ખેડૂતો પણ ખેતી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવે અને ખેડૂતોના પાકનો ઉતારો બમણો કઈ રીતે કરી શકાય એ માટે સુરત જિલ્લાની મહુવા સુગર ફેક્ટરી દ્વારા ખેડૂતો માટે એક માર્ગદર્શન શિબિરનું મોક્ષમાર્ગી મંદિર અનાવલ ખાતે આયોજન કરાયુ હતું.
આ પ્રસંગે શેરડીની ખેતીમા આધુનિક ખેતી પદ્ધતિથી મહત્તમ ઉત્પાદન મેળવનાર કૃષિરત્ન ડો.સંજીવ માનેજી દ્વારા જણાવ્યુ હતુ કે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેડૂતો મહત્તમ ખેડૂતો શેરડી ની ખેતી કરે છે.ત્યારે આ શેરડીના પાકમાં ખેડૂતોને ખેતી કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવા જણાવ્યું હતુ. પાકના ઉતારમાં કયા પ્રકારની જાણકારી રાખી શકાય ઉપરાંત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવાય તેની તમામ માહિતી આપવામાં આવી હતી.તેમજ પ્રતિ એકર મહત્તમ ઉત્પાદન મેળવવા માટે અને શેરડીના પાકમાં ઓછામાં ઓછો રાસાયણિક ખાતરનો અને રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવે એવો પણ કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતો ને અનુરોધ કરાયો હતો.જેનાથી ખેડૂતો પણ પ્રભાવિત થયાં હતાં.
આ પ્રસંગે મહુવા સુગરના ચેરમેન માનસિંહભાઈ પટેલ,ઉપપ્રમુખ બળવંતરાય પટેલ,સુગરના એમ.ડી ભાનેશભાઈ પટેલ,સુગરના ડિરેક્ટરો તેમજ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
