તા.૮મીએ આઈ.ટી.આઈ. મજૂરા ગેટ ખાતે PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે
એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે સુવર્ણ તક
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર સંચાલિત ITI મજુરા ગેટ,સુરત દ્વારા આગામી તા.૦૮મી જુલાઈએ સવારે ૧૦.૩૦ વાગ્યે મજૂરા ગેટ સ્થિત ITI ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્ય, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટની યાદીમાં જણાવાયું છે.
