શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક
શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરતમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતના ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ મળી શકે છે. છાત્રાલયમાં એડમિશન મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના વાલીઓએ રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું. વધુ વિગત માટે આ કચેરીના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
