શ્રી વલવાડા વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ વલવાડા સંચાલિત ધનગૌરી સાર્વજનિક વિદ્યાલય વલવાડામાં વયમર્યાદા ને કારણે 31/ 5 /2023 ના રોજ નિવૃત્ત થયેલ શ્રીમતી ભગવતીબેન કે. પટેલ (ઉ.મા.વિ)અને શ્રીમતી મીનાબેન એસ. પટેલ (પ્રા. વિ.)નો વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી ,ઉપપ્રમુખશ્રી ,મંત્રીશ્રી, ટ્રસ્ટીશ્રી ,કારોબારી સભ્યશ્રીઓ તેમજ નિવૃત્ થયેલ શિક્ષિકા બહેનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી નિલેશભાઈ પ્રજાપતિએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું .શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ નિવૃત્ત થયેલ શિક્ષકો વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સંસ્થાના પ્રમુખશ્રી સતિષભાઈ પટેલે નિવૃત્ત થયેલ શિક્ષિકા બહેનોને શુભકામનાઓ પાઠવી નિવૃત્તિ પછીનું શેષ જીવન નિરોગી ,સમૃદ્ધિમય અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ આપી. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મા.શિક્ષક શ્રી ધર્મેશભાઈ મહેતાએ કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યુ .અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.
