યુવાધન, વયોવૃધ્ધ નાગરિકો, દિવ્યાંગો સાથે કિન્નર સમાજે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી
સુરતઃ મંગળવારઃ- લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪માં સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું, નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૬૪- ઉધના વિધાનસભાના મત વિસ્તારમાં યુવાધન, વયોવૃધ્ધ નાગરિકો, દિવ્યાંગો સાથે કિન્નર સમાજના સીતાકુંવર, શાલું કુંવર અને સપના કુંવરે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા હતા.