લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારો ઘ્વારા વપરાતા વાહનો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસાર તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર કોઈપણ રાજકીય પક્ષો/ઉમેદવાર/ચુંટણી એજન્ટ/કાર્યકર દ્વારા મતદાનના દિવસે કોઇ પણ પ્રકારના વાહનમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસવા પર, ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો કોઈ બીજી વ્યકિત દ્વારા ઉપયોગ કરવા પર તેમજ મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/ચુંટણી એજન્ટ/કાર્યકર ઘ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરૂ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ પ્રલોભન ઉભું કરવા સામે પ્રતિબંધ મુકાયો છે. સાથે જ મતદાનના દિવસે કોઈ પણ ઉમેદવાર તેમના મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે. વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ. ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવેશ થશે. આ હુકમ તા.૮/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારો ઘ્વારા વપરાતા વાહનો અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025