સુરત જિલ્લાના ૯ વિધાનસભા મતવિસ્તારોના ૧૪,૯૬૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
સુરત જિલ્લાના ૯ વિધાનસભા મતવિસ્તારોના ૧૪,૯૬૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે
 
સુરત જિલ્લામાં કામરેજ વિધાનસભામાં સૌથી વધુ ૨,૦૭૦ પુરૂષ દિવ્યાંગ મતદાર અને ૧,૫૬૨ મહિલા દિવ્યાંગ મતદારો
લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહ્યું છે. લોકશાહીમાં નાગરિકો લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદાન કરી પસંદગીના જનપ્રતિનિધિઓ પસંદ કરે છે. ત્યારે આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. દિવ્યાંગ મતદારોની અલગથી ઓળખ કરી તેઓ પણ લોકશાહીના સૌથી મોટા પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના નેતૃત્વમાં ચૂંટણી તંત્ર કાર્યરત છે. સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં માંગરોળ વિધાનસભામાં ૧,૧૬૮ દિવ્યાંગ મતદારો, માંડવીમાં ૧,૧૩૨, કામરેજમાં ૩,૬૩૨, લિંબાયતમાં ૧,૫૪૧, ઉધનામાં ૯૫૬, મજુરામાં ૬૮૩, ચોર્યાસીમાં ૩,૦૯૮, બારડોલીમાં ૧,૭૮૭ અને મહુવામાં ૯૭૦ મતદારો મળીને કુલ ૧૪,૯૬૭ દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
દિવ્યાંગોમાં સૌથી વધુ કામરેજ વિધાનસભામાં ૨,૦૭૦ પુરૂષ દિવ્યાંગ મતદાર અને ૧,૫૬૨ મહિલા જ્યારે મજુરામાં સૌથી ઓછા ૬૮૩ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, માત્ર ૭ વિધાનસભા મતવિસ્તારો (૧) ૧૫૫-ઓલપાડ (૨) ૧૫૯-સુરત પૂર્વ (૩) ૧૬૦-સુરત ઉત્તર (૪) ૧૬૧-વરાછા રોડ (૫) ૧૬૨-કરંજ (૬) ૧૬૬-કતારગામ (૭) ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારોમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ચૂંટણી યોજાનાર નથી. તે સિવાયના શહેરમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારો (૧) ૧૬૩-લિંબાયત (૨) ૧૬૪-ઉધના (૩) ૧૬૫-મજુરા (૪) ૧૬૮-ચોર્યાસીનો ૨૫-નવસારી સંસદીય મતવિસ્તારમાં સમાવેશ થતો હોવાથી આ વિધાનસભાઓના તમામ મતદાન મથકોમાં સવારે ૦૭.૦૦થી સાંજે ૦૬.૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. તેવી જ રીતે ર૩-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (૧) ૧૫૬-માંગરોળ (૨) ૧૫૭-માંડવી (૩) ૧૫૮-કામરેજ (૪) ૧૬૯-બારડોલી અને (૫) ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારોના દરેક મતદાન મથકોમાં તેમજ આ પ્રમાણે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારોમાં સમાવિષ્ટ (૧) ૧૫૬-માંગરોળ (૨) ૧૫૭-માંડવી (૩) ૧૫૮-કામરેજ (૪) ૧૬૯- બારડોલી અને (૫) ૧૭૦-મહુવા વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન યોજાનાર છે. આમ સુરત શહેરમાં સમાવિષ્ટ ૭ વિધાનસભામાં મતવિસ્તારો સિવાય તમામ વિસ્તારોમાં ચૂંટણી યોજાનાર છે. જેથી આ ૦૭ વિધાનસભા મતવિસ્તારો સિવાયના મતદારોએ તા.૦૭મી એ પોતાના મતદાન મથકોએ જઈ મતદાન કરવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

નવયુગ કોલેજમાં ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે ૩૦૦ ઇલેક્ટ્રીશિયનોને CSDC પ્રમાણપત્ર વિતરણ અને સન્માન

નવયુગ કોલેજમાં ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે ૩૦૦ ઇલેક્ટ્રીશિયનોને CSDC પ્રમાણપત્ર વિતરણ અને સન્માન ‘સ્કીલ ઇન્ડિયા: કન્સ્ટ્રકશન ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના ઉપક્રમે

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ…

ઐતિહાસિક સમૃદ્ધ વારસાની ભવ્યતાને આજે પણ જીવંત રાખતું રાજવી સમયનું ધરમપુરનું લેડી વિલ્સન મ્યુઝિયમ… ગુજરાતમાં સૌપ્રથમ આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમા આ સંગ્રહાલયની છેલ્લા અઢી વર્ષમાં

તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક

દિન વિશેષ: ૧૮ એપ્રિલ: વર્લ્ડ હેરિટેજ ડે તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતિક ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત જિલ્લામાં ‘PM-PVTG ડેવલપમેન્ટ મિશન’ હેઠળ પીએમ જનમન આવાસ યોજના થકી આદિમ જૂથના પરિવારના બની રહેલા આવાસની મુલાકાત લેતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સુરતના

error: Content is protected !!