સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે તા.૧૮મીએ ૫ ઉમેદવારી ફોર્મનું વિતરણ: ૮ ઉમેદવારી પત્રો ભરાયા
સુરત:ગુરુવાર: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે આજ તા.૧૮મીએ ૫ ફોર્મ વિતરણ કરાયા છે. જે પૈકી ૩ ફોર્મ સાથે કુંભાણી નિલેશભાઈએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી, ૨-૨ ફોર્મ સાથે મુકેશકુમાર દલાલ અને કાછડિયા જનકકુમારે ભારતીય જનતા પાર્ટી તરફથી અને ૧ ફોર્મ સાથે સુરેશભાઇ પડસાળાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે, અત્યાર સુધી કુલ ૯૪ ફોર્મનું વિતરણ થયું છે એમ સુરત જિલ્લા ચૂંટણી પ્રભાગ દ્વારા જણાવાયું છે.
