સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે તા.૧૬મીએ ૨૬ ઉમેદવારી ફોર્મનું વિતરણ: ૫ વ્યક્તિએ ઉમેદવારી નોંધાવી
અત્યાર સુધી કુલ ૮૯ ફોર્મનું વિતરણ કરાયું
સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે આજ તા.૧૬મીએ ૨૬ ફોર્મ વિતરણ કરાયા છે. જે પૈકી ૨-૨ ફોર્મ સાથે મુકેશકુમાર દલાલ તેમજ જનકકુમાર કાછડિયાએ ભારતીય જનતા પાર્ટી તરફથી અને ૧ ફોર્મ સાથે અબ્દુલ હમીદ ખાને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે, અત્યાર સુધી કુલ ૮૯ ફોર્મનું વિતરણ થયું છે એમ સુરત જિલ્લા ચૂંટણી પ્રભાગ દ્વારા જણાવાયું છે.
