લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
માંડવી, મહુવા, બારડોલી અને પલસાણા તાલુકાની વિવિધ કોલેજોમાં ‘કેમ્પ એટ કેમ્પસ’ના માધ્યમથી યુવા મતદારોને અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરાયા
આગામી લોકસભા ચૂંટણી દરમિયાન લોકશાહીના મહાપર્વમાં યુવા મતદારોની ભાગીદારી વધારવા અને તેઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સુરત જિલ્લાની વિવિધ કોલેજો/ITI ખાતે કેમ્પસ એમ્બેસેડર્સની નિમણુંક કરી યુવા મતદાન જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે.
‘કેમ્પ એટ કેમ્પસ’ અભિયાન હેઠળ માંડવી ITI, પોલિટેકનીક કોલેજ-પલસાણા, પી.આર.બી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-બારડોલી, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ-તરસાડી, પાટીદાર જિન સાયન્સ કોલેજ-બારડોલી તેમજ બી.વી.પટેલ કોલેજ મહુવા-માલીબા કેમ્પસ ખાતે લોકશાહીમાં મતદાનનુ મહત્વ, ચૂટણી પંચની મતદાનને લગત વિવિધ ફિલ્મો, વિડિયોનુ નિદર્શન, વિવિધ એપ્લિકેશન, મતદાન શપથ, સિગ્નેચર કેમ્પેઇન જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે એ ઉદ્દેશથી જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ દ્વારા તા.૨૦ એપ્રિલ સુધી વિવિધ કોલેજોમાં યુવા મતદાન જાગૃતિના કાર્યક્રમો કરી યુવા મતદારોને સહપરિવાર મતદાન માટે પ્રરિત કરવામાં આવી રહ્યા છે.
